________________
૪૩
ઉપજવી તે ભવ્ય મનુષ્યને પ્રાયશઃ પ્રાણને સ્વભાવ છે. જે ઉગવાન બીજને સ્વભાવ ન હોય તો તેવા મનુષ્યને મોક્ષની પણ અભિલાષા ન હોય. વહેલાં વેરવામાં આવેલાં બીજ વહેલાં ઉગી બહાર આવે છે, અને મોડાં વેરવામાં આવેલાં બીજ મોડાં ઉગી બહાર આવે છે, તેમ વિવેકીને, વહેલા સમજનારને મેક્ષમાં વહેલી રૂચી પ્રગટે છે, ગાફલને રહી રહીને જન્મ જન્માંતરે તે જાગે છે. બીજી યુકિતવડે બોલીએ તે સમજુ, ઉદ્યોગી, સમયની કીંમત સમજનારે વહાણામાં વહેલે જાગે છે. ઉંઘણશી, આળસુ, એદી, પ્રમાદી, ગાફલ પહેર દહાડે ચડતાં પર્યત નસકોરાં ઘસડતે પડ રહે છે, ઉંઘી રહે છે. પણ તેથી તે જાગતજ નથી એમ થોડું છે? ઉભયે જાગે છે. વિવેકીઉદ્યોગી વહેલે જાગે છે, વહેલો પ્રવૃત્તિએ વળગે છે. મૂર્ખ, ગાફલ, અજ્ઞાની મોડે મોડે આંખે ચેાળતો ઉઠે છે, મોડે મોડે અને રસળતો પ્રવૃત્તિએ વળગે છે. સમજણના, જ્ઞાનના, વિવેકના, વહેલા ઉત્થાને મેક્ષમાં–મુક્તિમાં, સ્વસ્વરૂપાનુભવમાં વહેલી મેડી રૂચી ઉપજવી તે વાત સંભવી શકે છે પણ તેની ઈચ્છા-અભિલાષા તો સર્વને જ છે અને તેથી મોક્ષની–મુક્તિની અભિલાષા સર્વ કોઈને છે એ વાત સિદ્ધ છે.
બંધન કેઈને પ્રિય નથી. મુકિત સર્વને અભિલષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com