________________
૫૮
આ સંસાર વસેલો તે નિહાળે છે, પિતાના પ્રીતિના પાત્ર વિના આખા વિશ્વને તે શુન્યવત પેખે છે, એ પ્રેમીને એક પિતાને પ્રેમીજ સગે છે, એક એનાથીજ સગાઈ છે. અન્યની સગાઈ તે દ્રષ્ટિમાં લેખતેજ નથી, અર્થાત્ તે દુનિયાન, વ્યવહારને, સગાંને, સ્ત્રી, પુત્ર, સહદર પરિવાર કશાને એ સગો રહેતો નથી. એ પ્રેમી અજાયબી, આશ્ચર્ય, અભિનવતા, નવલતા, મહકતા, સુખ સંપત્તિ, સાહિબી જે કહો તે પોતાની માશુક કિંવા પ્રીતિપાત્રમાં જ દેખે છે, અને પિતાની દિલબર વિના તે પ્રેમી કઈ ચડતી વસ્તુ વિશ્વમાં નિહાળતા નથી, અર્થાત આખા વિશ્વને અરે પિતાને પણ તેના પરની ધૂળ સમાન લેખે છે. તેની દ્રષ્ટિમાં મહદ્ કોઈ વસ્તુ હોય, તેને કશામાં પ્રભુતાનું દર્શન થતું હોય, તો પોતાના પ્રીતિપાત્રજમાં થાય છે. તે પિતાની સનમનેજ-પ્રીતિના પાત્રનેજ પભુની પ્રતિમારૂપે નિહાળે છે. એ મસ્ત ફકીર એ તે નિડર હોય છે કે પોતાના પ્રીતિપાત્રને–પિતાની માશુકને મળવાભેટવાના આલાદમાં વર્ષા, ઘામ, કંડ કે મેઘલી અંધારી રાત્રીમાં, અડવાણે પગે અટતાં સપ વિંછુ કશાના ભયને લેખવતો નથી, ત્યાં તુછ સેવ્ય સેવકની મર્યાદાને સંકોચ પણ નથી, પ્રેમી પિતાની સનમને પિતાની માલિક અને પિતાને તેણીની જ જૂતીને નોકર સમજે છે. હાથ પગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com