________________
કાનુનથી દિલ્લગી, દસ્તીની, પ્રેમની હયાતી છે તેજ પ્રકાશ આપે છે. ઈમાનદારી, તફદારી, વફાદારી ઇત્યાદિ જે જે કહો તે તેની હયાતિને જે તેમના ઉપર પ્રેમ ન હોય તે કયાં સંભવ છે ! અર્થાત્ પ્રેમ ન હોય તો એમાંનું કાંઈજ નથી. ઔરત પિતાના દામનશીલ ઉપર સાબુત રહે છે તે શું તેના ઉપર તેના માલિકે પોતાની આંખને પેરે મૂકો છે? તાત્પર્ય કે હરઘડી નિહાળવા બેઠે છે? નહિ જ. એ પ્રેમજ તેને શીલ પળાવે છે. શુરવીર મરવું અંગીકાર કરી દુશમનની કલ્લનું બીડું ઉઠાવે છે, કેશરીયાં કરી રણમાં ઉતરી પડે છે, શાથી? જો તેની શુરવીરતાપરના પ્રેમની હયાતી છે તેજ. ચારિત્રવિજય કહે છે કે ગુણની કિંવા જે કહો તે બધાની જ્યાં પ્રેમ નથી ત્યાં બેહયાતી. હયાતિજ નથી તેની અજલ, અંત, છેડે જ છે. પ્રેમના ઉભય પ્રકાર જણાવી તેના ચાર વિભા
ગોમાં વિષયની સમજણ માટે વહેંચણી.
ઉક્ત પ્રેમ ઉભય–બે પ્રકારનું છે. એક મલિન, બીજે શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમને સૂફી મતવાળા ઇશ્ક હકિકી ખુદાઈ–પ્રભુ સંબંધી ઈશ્ક–પ્રેમ કહે છે. અન્ય મજહબનાએ તેને ભકિત, ભજન, સેવા, સુશ્રદ્ધા (સમ્યકત્વ) ઇત્યાદી નામોથી ઓળખે છે. તદિતર મલિનને સુફિઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com