________________
પડે
નહિ, તે તે પ્રભુની ભક્તિના–સ્વસ્વરૂપના અનુભવના મુક્તિના પ્રેમ તરીકે સર્વત્ર પ્રચલિત છે. આટલું પ્રતિપાદન કરી તે તે પ્રેમ મુક્તિના વિષયમાં કેવી રીતે વ્યવહરે છે-કયા મુક્તિને સાધક છે તે તે, તે તેના સ્થાને બતા વવા ઉદ્યમ સેવીશું. પ્રેમી મુક્તિની સીમામાં પ્રથમ ચરણ આપે છે.
આપણે વિષય પ્રેમથી મુક્તિ છે; તેનું પ્રતિપાદન થવું જોઈએ. પ્રેમથી મુક્તિ-પ્રેમી મોક્ષને ભાગ્યશાળી કેવી રીતે? તે બતાવવું જોઈએ. યેગીઓનું ધ્યાન કહે, જ્ઞાનીઓનું જ્ઞાન કહે, ભક્તોની ભકિત કહો, યાને પ્રેમીએને પ્રેમ કહે સર્વ કોઈ નિરનિરાળા નામમાં પ્રેમનાજ રૂપાંતરે છે. અને તે તે પ્રત્યેકના ઉપાસક જુદી જુદા પણ પ્રેમીએજ છે. નવ તારૂણ્યવતી કોઈ સ્ત્રીને અંબર ઓઢાડવામાં આવે તો પણ તે સુંદરી જ છે. રેશમી સાડ કિંવા ઘાળું કે બાંધણીને સાલે ઓઢાડવામાં આવે તો પણ તે સુંદરી જ છે. પોશાકના બદલાથી તે સુંદરીજ છે. પોશાકના બદલાથી તે સુંદરીનું બદલવાપણું છેજ નહિ. તે તે જે છે તેની તેજ રહે છે, તેમજ - ગીઓ ધ્યાનથી, જ્ઞાનીઓ જ્ઞાનથી, ભકતે ભકિતથી વિભૂષિત પ્રેમીઓ જ છે. સહુને ય અને ધ્યેય ભકિતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com