________________
ઈકમિજાજી, આશક માશુકને ઈશ્ક-પ્રેમ કહે છે. બીજાઓ તેને દુનિયાદારીને સંસારી-વ્યવહારી ઈચ્છ-પ્રેમ કહે છે. બન્નેમાં ભક્તિ તો અંતર્ગત્ રહેલી છે. એકમાં સાત્વિક, બીજામાં મલિનરૂપે રહેલી છે; પણ સુવર્ણ જેમ તાપથી તેજાબથી શુદ્ધ હેમ-કુંદન બની રહે છે તેમ એ મલીન પ્રેમ પણ ઉત્તરોત્તર શુદ્ધ સાત્વિક બની રહે છે. સૂફી મતવાળાઓને પ્રથમ ઇશ્ક મિજાજીના અવલંબનને કમ કાંઈક ઠીક લાગે છે. કેમકે હંમેશા જનમનને સ્વભાવ એવો હોય છે કે તેને પ્રેમવિકાર, આકર્ષણ, ખેંચાણના વિષય વિના એકદમ સત્વ ઉપર ચેટતો નથી. ગમે તેમ હો. આપણે અવસ્થાને પ્રેમથી મુક્તિને આપણે વિષય સમજાવવા પ્રચલિત દુનિયાના વ્યવહાર પ્રમાણે જુદો ક્રમ ગ્રહણ કરીશું. આપણે પ્રેમને સમજાવવા ચાર વિભાગોમાં વહેંચીશું. પ્રથમ આદર્શ પ્રેમ, બીજે વિકૃતિ, ત્રીજે કૃત્રિમ ચોથો વિશુદ્ધ સાત્વિક પ્રેમ, એ કમ લેઈશું. આદર્શ પ્રેમમાં આમિક પ્રેમને આપણે અંગીકાર કરીશું. પછી તે દાંપત્ય અર્થાત્ દંપતિ પ્રત્યેનો હો કિંવા આશક માશુક પ્રત્યેનો હે; વિકૃતમાં પરકીય પ્રેમ-ઈદ્રિીઓના મનના મેહજન્ય વિકાર જન્ય પ્રેમને લેશું. કૃત્રિમમાં કેવળ પિંડ અને પશ્યને પ્રેમલેશું. આ પ્રેમમાં વેશ્યા અને તેના જાને સમાવેશ થાય છે. ચેથા શુદ્ધ સાત્વિક પ્રેમમાં તે કેઈના બે મત છે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com