________________
અભિરૂચિ પ્રેમ છે તોજ તેને માટે પ્રયત્ન છે. ગીઓ
ગમાં મસ્ત રહે છે, તપસ્વીઓ તપથી કાયાને શોષી નાખે છે, ભક્તો–ભક્તિની લયમાં દેહનું–દેહના વ્યવહારોનું ભાન ભૂલી જાય છે, શાને માટે? તે મેક્ષને માટે. એ મુક્તિને માટે, પ્રયત્ન શાને માટે? કારણ તેના ઉપર પ્રેમ છે પ્રેમથીજ પદાર્થ સાથે પેગ બને છે, તેજ ગ કરાવે છે. મુકિતમાં મુમુક્ષુઓને યોગ પણ પ્રેમ જ કરાવે છે. આ વિધિ જોતાં પ્રેમજ મુકિતનું આદિ કારણ છે. એ પ્રેમ સહિતજ એ મુકિતના અન્ય અનુષ્ઠાને-માર્ગો સફળ છે. એ પ્રેમ વિના તો એ મુકિતને માટે અનુષ્ટાનજ નથી તો તેની પ્રાપ્તિના અન્ય માર્ગો છેડી તેનેજ કાં, ન વળગીએ? એ પ્રેમને જ તેની પ્રાપ્તિના પ્રયત્નમાં કાં ન પ્રજીએ?
યદ્યપિ આપણે જેનો પ્રભુને અકર્તા માનીએ છીએ. તેઓ તે મેક્ષમાં ગયા છે, છતાં “ બાંહ્ય ગ્રહ્યાની લાજ” ઈત્યાદિ આપણે બોલીએ છીએ, તેમની પ્રતિમાને સ્થાપી પૂજા ફળ, નૈવેદ્ય ગંધાક્ષતે કરી સેવીએ છીએ, શાને માટે? મેક્ષ આપણને આપનાર તે આપણે–સ્વપ્રયત્ન જ છે પણ ત્યાં પૂજ્ય પ્રત્યેના પ્રેમનું આપણે અવલંબન લઈએ છીએ. અહીંઆ પૂજકમાં-ઉપાસકેમાં એક પ્રકારની બ્રાંતિ થાય છે. પ્રતિ માસમાં આપણી પ્રભુ બુદ્ધિ તે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com