________________
૪૫
આકર્ષણનેજ સંકેત નજરે પડે છે. કેટલાએક પુણ્યનાપરમાર્થના કાર્યમાં દ્રવ્યને વ્યય કરે છે, પાઠશાળા, કૂપ, વાપિકાએ બંધાવે છે, અન્નક્ષેત્રો બાંધી અભ્યાગતોને, અનાથોને અન્નવસ્ત્રની ખેરાત કરે છે. શાને માટે ? ઉન્નતિને માટે-પારલૌકિક કલ્યાણને માટે કોઈ શ્રીમાનો હજારે લાખ રૂપીઆ ખરચી દેરાસરો, ઉપાશ્રયે, જૈનશાળાઓ, પાંજરાપોળ ઈત્યાદિ બંધાવે છે. શાને માટે? આ સઘળી પ્રવૃત્તિ મોક્ષને જ રસ્તો અને તે તરફની આપણી પ્રવૃત્તિને પ્રતિપાદે છે. એકેદ્રિયથી પંચેન્દ્રિય પર્યત સહુની પ્રકારાંતરે પણ એજ પ્રવૃત્તિ છે. એનીજ પાછળ ધાવન છે–ગતિ છે અને તેથી મોક્ષની અભિલાષા સર્વને છે. એ વાત પૂર્વાપર સિદ્ધ થાય છે. પ્રેમ એ મુક્તિનો માર્ગ છે-મુક્તિને વેગ છે.
આ મુક્તિના, શાસ્ત્રોએ અનેક નિરાળા નિરાળા રસ્તાઓ પ્રબોધ્યા છે. તેમાંથી જેને જે પસંદ આવે, જે સુલભ જણાય તે માગ રહે છે. આ પ્રેમ પણ તેને એક માર્ગ અને તે સહુને પસંદ આવે તેવો સહુથી બને તેવો સુલભ માગ છે. ફરી કહું કે એ પ્રેમથીજ મનુષ્ય મુક્ત બને છે, શબ્દાંતરે સહુએજ પ્રેમને સ્વીકારે છે. પ્રેમ વિના તે મોક્ષ પણ નથી. મેષ ઉપર જે આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com