________________
છે, કેમકે રાગાદિ દોષ રહિત ન હોય તેને અલખ કહેવાય નહિ, અને અલખ કહી, ફરી તેને વળી લીલા કહેવી એ ઘટિત નથી. લીલા એ તે દેષોને વિલાસ-લહરી છે. રાગાદિ દેવ વિના લીલાને વિલાસ નજ હોય, તો અલખ કહી વળી પરમેશ્વરને લીલા છે, એમ ઠરાવવું એ તે ઘેલીનું પહેરણું સારું એવું થયું. ચિત્ત પ્રસનેરે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અપણાર, આનંદઘન પદ રેહ , | ભાવાર્થ-તેથી હે શ્રદ્ધા ! તપ, સંયમ, નિયમ, વ્રત પાલન એ તારી લીલા છે. અથવા તું તપ સંયમાદિ કીધા વિનાજ લક્ષાવધિના મનની આશાને પૂરણહાર છે, એવી અધીનતાનું ભાખવું તે પૂજા નથી; પણ ચિત્તની પ્રસન્નતા આહલાદપણું, તેજ પૂજનની સફળતા છે. જે અખંડ તંડુલ, વસ્ત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, જળ, ફૂલ, કેસર ચંદનાદિ સર્વ સામગ્રી અખંડ છતાં, ચિત્તની પ્રસન્નતા જે શુભ ભાવે તેના અભાવે તે અખંડ પૂજા નથી, જે શુભભાવ તેજ અખંડિત પૂજા જાણવી. તેથી હે સખીજે પ્રાણી આનંદઘન પદ પામવાની ચિત્તમાં અભિલાષા કરે, તે પ્રાણી મારા ઘભ ભર્તાથી કપટ રહિત-નિષ્કપટી થઈ, બહિરાત્માપણું મૂકી, અંતર આત્માવત છતો સ્થિર સ્વભાવે પરમાત્મ સ્વરૂપને પોતાના આત્મામાં ચિંતવે, એ રીતે ઝઘભ પરમેશ્વરથી આત્માનું અર્પણ કરે, તે પ્રાણી આનંદ શબ્દ જ્ઞાનાનંદ પદ-મુકિત પદ તેની રેહ રેખા-મિલાપ કરી સિદ્ધ બને.
દેવચંદજી કૃત વીશીમાથી પણષભદેવજીનું સ્તવન નિહાળીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com