________________
(૩૩
આ વિષય સંબંધે પિતાના વિચારો પૂર્ણ કળામાં પ્રગટ-સ્પષ્ટ ને કરી શકયો હોય તો ક્ષમા અર્પશે, તેમજ સંકળનામાં કાંઈ
ખલન અથવા પૂર્વાપર વિચારમાં વિરોધ, કિંવા અર્થ અસંગતિ થતી કવચિત જોવામાં આવે તો હસવત નીરક્ષીર ન્યાયે સુધારી વાંચી લેશે, અને જે જે ખામીઓ તમને અવલોકતાં–નિહાળવામાં આવે તો તે જણાવવા કૃપા કરશો, તો હવે પછીની બીજી આવૃત્તિમાં સુધારી લેવા બનતો પ્રયત્ન કરવામાં આવશે.
અત્ર સૂચના હાલમાં બહુ વખતથી લખાતા છપાતા અને અને પ્રસિદ્ધ થતા ગ્રંથની પ્રસ્તાવનામાં બહુલતાએ અમારી ભુલ હોય તે સુધારી વાંચશે અને તે જણાવવાની કૃપા કરશે તો બીજી આવૃત્તિમાં સુધારી લેઈશું, આમ લખવાને પ્રબંધ ચાલે છે અને તે પ્રવાહરૂપે અથવા તો દરેક લેખકને અનુકરણ થઈ પડયું હેય તેમ માનવાને કેટલાક કારણે મળે છે. પ્રથમ તો વાચકોએ અને ગ્રંથાવલોકનકારેએ સ્વહૃદયમાં વિચારવું જોઈએ કે હૃદયસ્થ વિચારે ભાષામાં લેખિનીદ્વારા જાહેર સ્પષ્ટ કરવા કેટલાક દુષ્કર છે, અને તેમ કરતાં અવશ્ય યત્ર મુત્રચિત ક્ષતિ થવા સંભવ પણ રહે છે, તો તે ક્ષતિને સુધારનાર ક્ષતિ કરનાર પિતજ હોય છે, અને તે વાચક અને અવલોકનકારથી સારા શબ્દોમાં ગ્રંથ લેખકને સૂચવવામાં આવે તો તે ઉપકારાર્થ થઈ પડે છે, અને લેખકોને ઉત્સાહ આગળ વધે છે. પણ કેટલાક પંડિતમાનીઓ ગ્રંથમાં સારું કેટલું છે, તે બાજુ ઉપર રાખી, માત્ર ભુલથી થયેલી ભુલને મોટું રૂપ આપી ગ્રંથ લેખકને વાગબાણથી પ્રહરે છે; વ્યંગમાં નિંદે છે અને ઉપહાસ્ય કરે છે, સાથે સાથે પિતાની અવલોકન શકિતની મહત્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com