________________
પ્રેમ ઉપરજ તે મંડિત છે એમ જણાયા વિના નહિ રહે. પ્રેમરૂપી સૂત્રે પરેવેલા એ સૌ જુદા જુદા મણકાઓ છે; આવિધિ આખો વિશ્વનો ખેલ પ્રેમ ઉપરજ મંડિત છે. શ્રી વલ્લભાચાર્યને “જેઓને હરીએ ત્યાગ કર્યો છે, તે આ ભવસાગરમાં ડૂબેલા છે અને જેમને નિરૂદ્ધ કર્યા છે તે અહર્નિશ પરમાનંદ ભોગવે છે.” એ વચનેને રહસ્યાર્થી અવકીએ, અને તે એ છે કે જેમને હરીએ ત્યાગ કરેલો છે, એટલે પ્રભુના પ્રતિની પ્રીતિને જેઓના હૃદયે ઉછેદનિરાદર કર્યો છે, એ વ્યંગ અત્ર સૂચવ્યું છે. વાસ્તવિકરીતે હરી કેઇને તજતાજ નથી, અને હરિથી અતિરિકત અન્ય પદાર્થોની કામનામાં આસકિતવાળું તેવાનું હદય આ સંસારના ઈષ્ટનિષ્ટ ભલા ભુંડાના સંયેગ, વિયેગ, જન્ય સુખ દુઃખમાં પથ્યમાન રહે, અને તેવા સર્વેશ્વરની માયા જે સંસાર તેમાંજ પરેવાયેલા-તૂબેલા રહે તે દેખીતું જ છે; અને જેમને નિરૂદ્ધ કર્યા છે એટલે સાક્ષાત પ્રભુપ્રત્યેના પ્રેમની પરવશતાએ જેમને તે હરિથી અતિરિકત કામનાના વેગથી અટકાવ્યા છે તે પરમાનંદ ભોગવે છે, એ અક્ષરશઃ સત્ય છે. જ્યાં હૃદયને પ્રેમ, જ્યાં આત્માને અખંડ પ્રેમ તેની પ્રવૃત્તિ એમાં શું આશ્ચર્ય! હરિને, ઈષ્ટને-એયને, પળ વાર છેડે ત્યારે તેવા નિરૂદ્ધ ભકતનું હૃદય અન્ય કામનાનાં વિષયમાં આકર્ષાય, અને આથીજ અમે અમારા વિષયમાં પ્રતિપાદન કર્યું છે કે પ્રેમનો પ્રવાહ અખંડ છે, તે વિભાગરહિત છે, અને તેને વિભકત કરવાથી ઉભય બાજુમાં વિકૃત બનાવવાથીજ મનુષ્યને જન્મ મરણની બેડી પ્રાપ્ત થાય છે. સાથેજ આપણો આધુનિક આ ગૃહસંસાર પ્રાયશઃ પ્રેમ શૂન્ય છે, પ્રેમાતિશયથી રહિત છે, અને તેથી જ મોક્ષ-આત્મિક કલ્યાણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com