________________
૨૪
અપ, અગ્નિ અને વાયુ ચારેને સ્વીકાર કર્યો. પારમેનાઈડીઝ અને તેના અનુયાયીઓ એમ કહેતા કે જે કંઈ છે તે જ અસ્તિત્વ ધરાવી શકે, જે નથી તે કદી અસ્તિત્વમાં આવી શકે જ નહિ, અને એમ્પિકલીસે આવા સત્કાર્યવાદને સ્વીકાર કર્યો. માનવ બુદ્ધિ અનેકત્વ પાસે અટકી શકતી નથી, અને જ્યાં સુધી વૈવિધ્યને સમજવા જતાં સિદ્ધાંતમાં અનેકવ રહે ત્યાં સુધી બુદ્ધિને ચેન પડતું નથી. પરંતુ બાહ્ય વિશ્વના વૈવિધ્ય સાથે મેળ સાધવા જતાં એમ્પિકલીસને ચાર તને સ્વીકાર કરવો પડ્યો, પણ એ ચાર તો ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન એણે પૂછો નહિ. ચારમાંનું દરેક તત્ત્વ પામેનાઈડીઝના તત્વ જેવું અવિભાજ્ય એકમ રૂ૫ હતું, એટલે કે અવિચલ હતું. અને પદાર્થોમાં જે કંઈ ફેરફાર થતા આપણને માલુમ પડે છે, તે મૂળભૂત ચાર તોમાં થતાં પરિણામને આભારી નહિ પરંતુ વસ્તુમાં રહેલાં તનાં પ્રમાણની વધઘટને લીધે છે એમ એમ્પિડોકલીસને ઘટાવવું પડયું. આ રીતે, ગુણપરિ
મનું મૂળ કારણ સંખ્યા પરિણામ છે એ અર્વાચીન ભૌતિક વિજ્ઞાનને સિદ્ધાન્ત ગ્રીક ફિલસૂફીમાં ઘડા !
પરંતુ હીરેકલોઇટોસની જેમ એમ્પિડોકલીસને પોતાનાં મૂળભૂત તો તથા પરિણામેના પ્રવાહ ઉપરાંત તેમાં રહેલી વ્યવસ્થાને ઘટાવવા બીજાં તોની મદદ લેવી પડી. પ્રાચીન ગ્રીક ફિલસૂફોને મન મૂલભૂત તત્વ “ A r kh e” પોતે વિશ્વમાં વ્યક્ત થવા શક્તિમાન હતું, એટલે કે મૂળભૂત તત્વ માત્ર ઉપાદાન કારણ જ ન હતું પરંતુ કાર્યમાં પરિણમવાની એનામાં શકિત છે એમ મનાતું. વિચાર જેમ
૧૧, લ્યુસીપસના અણુવાદમાં પણ આ સિદ્ધાન્ત માલુમ પડે છે. અને ડેમોક્રીટસની ફિલસૂફીમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપરાંત વસ્તુના પ્રાથમિક તથા આનુષંગિક ગુણે Primary and Secondary Qualities વચ્ચેનો ભેદ જે ફેંચ ફિલસુફ દેકાની ફિલસૂફીમાં બહુ મોટે ભાગ ભજવે છે તે પણ ડેટિસે પડેલો.