________________
અનુયોગગણાનુજ્ઞાવરનુક/અનુયોગાનુજ્ઞા” દ્વાર/ ગાથા ૯૩૯-૯૪૦ ટીકાર્ય
સ્તોક=અલ્પશ્રુતવાળા, અને વરાક=રાંકડાં, બંધ-મોક્ષના સ્વતન્તલક્ષણવાળા ગંભીર પદાર્થોની ભણિતિના માર્ગમાં=બંધ-મોક્ષના પોતાના સ્વરૂપરૂપ ગંભીર પદાર્થોને કહેવાના વિષયમાં, એકાંતથી અકુશલ=અનભિજ્ઞ= અજ્ઞાની, એવા તે=આચાર્ય, તેઓને=લોકોને, બંધાદિગોચર=બંધ-મોક્ષના વિષયવાળા, સૂમપદને કેવી રીતે કહે? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
બંધ અને મોક્ષનું સ્વરૂપ તે સ્વતત્ત્વ, અને તે સ્વતત્ત્વ જ બંધ અને મોક્ષનું લક્ષણ છે; અને આવા બંધ અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ જાણતા હોય તેવા જ આચાર્ય લોકોને બંધ અને મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ સમજાવી શકે, અન્ય નહીં. આથી અલ્પબોધવાળા વરાક બિચારા આચાર્ય લોકોને બંધ-મોક્ષનું યથાર્થ સ્વરૂપ કઈ રીતે બતાવી શકે ? અર્થાત્ ન બતાવી શકે.
અહીં “બંધ' શબ્દના ઉપલક્ષણથી કર્મબંધના કારણભૂત એવી સંસારની સર્વ પ્રવૃત્તિઓનું અને “મોક્ષ' શબ્દના ઉપલક્ષણથી મોક્ષમાર્ગના હેતુભૂત એવી યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિઓનું ગ્રહણ કરવાનું છે. આથી એ ફલિત થાય કે આચાર્ય સંસારમાર્ગ અને મોક્ષમાર્ગને યથાર્થ જાણનાર એવા બહુશ્રુત હોવા જોઈએ; નહીંતર તે આચાર્ય લોકોને સત્ય માર્ગ બતાવી શકે નહીં. ૯૩લા અવતરણિકા :
તતશ -
અવતરણિકાW:
અને તે કારણથી, અર્થાત્ અલ્પશ્રુતવાળા આચાર્ય લોકોને બંધાદિગોચર સૂક્ષ્મપદને કહી શકે નહિ તે કારણથી શું થાય? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
ગાથા :
जं किंचि भासगं तं दृढण बुहाण होअवण्ण त्ति।
पवयणधरो उ तम्मी इअ पवयणखिसा इह णेआ ॥९४०॥ दारं ॥ અન્વયાર્થ:
= હિં િમાણ તે દુનિયત્કિંચિત્ ભાષક એવા તેને=જે કાંઈ બોલનારા એવા આચાર્યને, જોઈને પવયપાથરો ‘(આ) પ્રવચનધરે છે', ત્તિ એ પ્રકારની વા =બુધોને તમી તેમાં=પ્રવચનમાં, હોમવUTT= અવજ્ઞા થાય છે. રૂઝ આ રીતે રૂદ અહીં=લોકમાં, પથવિ=પ્રવચનની ખિસા =જાણવી. * “” પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
જે કાંઈ બોલનાર એવા આચાર્યને જોઈને “આ પ્રવચનધર છે', એ પ્રકારની પંડિતોને પ્રવચનમાં અવજ્ઞા થાય છે. આ રીતે લોકમાં પ્રવચનની હીલના જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org