________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૩૦-૯૩૮
ટીકાર્ય :
આ વ્યતિકરમાં=શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપવાના પ્રસંગમાં, કાંઈક=જેટલું તેટલું, અધીત છે= શિષ્ય વડે ભણાયેલું છે, એ પ્રમાણે આ શિષ્ય વડે થોડું ઘણું જણાયું છે એ, ગુણો વડે ગુરુને તત્ત્વથી આલંબન થતું નથી; કેમ? તેથી કહે છે – કુશાદિ તુલ્ય છે અર્થાત્ અનાલંબન છે. કયા કારણથી અનાલંબન છે? તે બતાવે છે – અતિપ્રસંગ હોવાથી;
અતિપ્રસંગ કઈ રીતે છે? તેમાં હેત આપે છે –
સ્વલ્પનું કાલોચિત એવાં થોડાં સૂત્રો અને અર્થોનું, શ્રાવકાદિ વડે પણ અધીતપણું છે. આથી તેને=કાલોચિત સૂત્ર-અર્થ નહીં ગ્રહણ કરેલા સાધુને, અનુજ્ઞા આપતા એવા ગુરુને મૃષાવાદ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
કોઈ ગુરુએ પોતાના શિષ્યને સર્વ શાસ્ત્રો ઉપર ઉપરથી ભણાવી દીધાં હોય, પરંતુ કાલોચિત સર્વ શાસ્ત્રોના સૂત્રો અને અર્થોના પરમાર્થનો બોધ ન કરાવ્યો હોય, તેવા શિષ્યને આચાર્યપદવી આપતી વખતે ગુરુ વિચારે કે “મારો આ શિષ્ય કાલોચિત સર્વ શાસ્ત્રો ભણેલો છે, તેથી તેને અનુયોગની અનુજ્ઞા આપવામાં કોઈ દોષ નથી,” આ પ્રકારનું ગુરુએ લીધેલ આલંબન દરિયામાં ડૂબતો માણસ દરિયામાંથી બહાર નીકળવા માટે તણખલાનું આલંબન લે તેના જેવું છે; પરંતુ પોતાને સંસારસાગર તરવાનું કારણ બને અને અન્ય અનેક જીવોને તારવાનું કારણ બને એવા પ્રકારના જ્ઞાનાદિ ગુણો શિષ્યમાં નહીં હોવાથી, શિષ્યનો તે બોધ પરમાર્થથી ગુરુને આચાર્યપદવી આપવા માટે આલંબન બનતો નથી; કેમ કે થોડા ઘણા સૂત્ર-અર્થના બોધવાળા તો શ્રાવક અને સામાન્ય સાધુઓ પણ હોય છે. તેથી જો યત્કિંચિત્ જ્ઞાનમાત્રનું આલંબન લઈને સકલસૂત્રાર્થ નહીં ભણેલા સાધુને અનુયોગની અનુજ્ઞા આપવામાં આવે તો, યત્કિંચિત્ જ્ઞાનવાળા શ્રાવકાદિને પણ અનુયોગની અનુજ્ઞા આપવાનો અતિપ્રસંગ આવે. આથી સકલસૂત્રાર્થ નહીં ભણેલા સાધુને આચાર્યપદવી આપનાર ગુરુને મૃષાવાદની પ્રાપ્તિ થાય છે. ૯૩ણા અવતરણિકા :
ગાથા ૯૩૪માં કહેલ કે કાલોચિત ગૃહીત સૂત્રાર્થ વગરના સાધુને અનુયોગની અનુજ્ઞા આપવાથી લોકમાં પ્રવચનની હિંસા થાય છે. તેથી તે પ્રવચનની ખિસા કઈ રીતે થાય? તે ગાથા ૯૪૦ સુધી બતાવે છે –
ગાથા :
अणुओगी लोगाणं किल संसयणासओ दढं होइ ।
तं अल्लियंति तो ते पायं कुसलाभिगमहेउं ॥९३८॥ અન્વયાર્થ:
મgો શિત્ન ખરેખર અનુયોગી નો પાપ લોકોના હૃદઢ સંલયનો સંશયનાશક દોડું હોય છે. તો તે કારણથી તે તેઓ=લોકો, સાાિમદેવં કુશલના અધિગમના હેતુથી=ધર્મ જાણવા માટે, પાર્થ તે સ્થિતિ પ્રાયઃ તેની પાસે જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org