________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૩૬ અવતરણિકા :
પૂર્વગાથામાં અનુયોગનું અને અનુયોગની અનુજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું. હવે આ અનુયોગની અનુજ્ઞા કાલોચિત સૂત્રાર્થ નહીં ગ્રહણ કરેલા સાધુને કેમ ન અપાય? તે બતાવતાં કહે છે –
ગાથા :
कालोचिअतयभावे वयणं निव्विसयमेव एयं ति ।
दुग्गयसुअंमि जहिमं दिज्जाहि इमाई रयणाइं ॥९३६॥ અન્વચાર્યઃ
નદ જે રીતે કુસુમિ-દુર્ગતસુત વિષયક ફાયUT રિજ્ઞાહિક “આ રત્નોને આપ,” એ (નિર્વિષય છે, તે રીતે) રત્નોવિતથમાવે કાલોચિત તેના અભાવમાં=અનુયોગના અભાવમાં, પડ્યું વયui=આ વચન=અનુયોગની અનુજ્ઞાનું વચન, નિવ્યસયમેવ નિર્વિષય જ છે. * “ત્તિ' પાદપૂરણ માટે છે. ગાથાર્થ :
જે રીતે દરિદ્ર પુત્ર વિષયક “આ રત્નો આપ”, એ વચન નિર્વિષય છે, તે રીતે કાલને ઉચિત અનુયોગના અભાવમાં અનુયોગની અનુજ્ઞાનું વચન નિર્વિષય જ છે. ટીકાઃ
कालोचिततदभावे-अनुयोगाभावे, वचनं निर्विषयमेवैतदिति तदनुज्ञावचनं, दृष्टान्तमाह-दुर्गतसुतेदरिद्रपुत्रे यथेदं वचनं, यदुत-'दद्यास्त्वमेतानि रत्नानि' रत्नाभावान्निविषयं, तथेदमप्यनुयोगाभावादिति માથાર્થ: શરૂદા ટીકાર્થ:
કાલને ઉચિત તેના અભાવમાં અનુયોગના અભાવમાં, આ વચન=તેની અનુજ્ઞાનું વચન અનુયોગની અનુજ્ઞાનું વચન, નિર્વિષય જ છે. દષ્ટાંતને કહે છે – દુર્ગતસુત વિષયક=દરિદ્ર પુત્ર વિષયક, જે રીતે આ વચન, તે વચન જયકુત થી બતાવે છે – “તું આ રત્નોને આપ,” એ વચન રત્નનો અભાવ હોવાથી નિર્વિષય છે, તે રીતે અનુયોગનો અભાવ હોવાથી આ પણ છે અર્થાત્ કાલોચિત અનુયોગના અભાવવાળા સાધુને અપાતું અનુયોગની અનુજ્ઞાનું વચન પણ નિર્વિષય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
જેમ કોઈ દરિદ્ર પિતા પોતાના પુત્રને કોઈક સારા રત્નોના નામના ઉલ્લેખપૂર્વક કહે કે “તું આ રત્નો આપ,” તો પિતાનું આ વચન વિષય વગરનું છે; કેમ કે પુત્ર પાસે રત્નો જ નથી, તેમ કાલને ઉચિત સકલ સૂત્રાર્થ ભણ્યો નથી તેવા પોતાના શિષ્યને આચાર્યપદ આપતાં ગુરુ કહે કે “સદા અપ્રમત્ત એવા તારા વડે વિધિપૂર્વક વ્યાખ્યાન કરાવું જોઈએ” તો અનુયોગની અનુજ્ઞાનું આ વચન વિષય વગરનું જ છે; કેમ કે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org