________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૩૫
ગાથા :
अणुओगो वक्खाणं जिणवरवयणस्स तस्सऽणुण्णा उ ।
कायव्वमिणं भवया विहिणा सइ अप्पमत्तेणं ॥९३५॥ અન્વયાર્થ :
બિછાવરવયા=જિનવરના વચનનું વવસ્થા વ્યાખ્યાન મrોળો અનુયોગ છે. તો તેની તે અનુયોગની, અપૂUUU ૩ અનુજ્ઞા વળી આ છે–) સરૂં સદા પ્રમત્તે મવયા=અપ્રમત્ત એવા તારા વડે રૂપ આ=વ્યાખ્યાન, વિશિTT=વિધિપૂર્વક વાયવ્યંગકરાવું જોઈએ. ગાથાર્થ :
જિનવરના વચનનું વ્યાખ્યાન એ અનુયોગ છે. વળી તે અનુયોગની અનુજ્ઞા એ છે કે હંમેશાં અપ્રમત્ત એવા તારા વડે વ્યાખ્યાન વિધિપૂર્વક કરાવું જોઈએ. ટીકાઃ ____ अनुयोगो व्याख्यानमुच्यते जिनवरवचनस्य आगमस्य, तस्याऽनुज्ञा पुनरियं, यदुत-कर्त्तव्यमिदंव्याख्यानं भवता विधिना, न यथाकथञ्चित्, सदाऽप्रमत्तेन सर्वत्र समवसरणादाविति गाथार्थः ॥९३५॥ * “મવરVIો'માં મારિ' પદથી પર્ષદાનો સંગ્રહ છે. ટીકાર્ય : - જિનવરવચનનું=આગમનું, વ્યાખ્યાન અનુયોગ કહેવાય છે. વળી તેનીeતે અનુયોગની, અનુજ્ઞા આ છે. તે અનુજ્ઞા જ યહુતિ થી બતાવે છે – સર્વત્ર સમવસરણાદિમાં સદા અપ્રમત્ત એવા તારા વડે આ=વ્યાખ્યાન, વિધિપૂર્વક કરાવું જોઈએ, જે કોઈ રીતે નહીં=જેમ તેમ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કાલોચિત સૂત્રાર્થ ભણેલા શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપતી વખતે ગુરુ કહે કે તારે સર્વત્ર સમવસરણાદિમાં હંમેશાં અપ્રમત્ત થઈને વ્યાખ્યાન કરવું જોઈએ, અર્થાત્ ભગવાનના વચનની પ્રરૂપણા કરવામાં લેશ પણ પ્રમાદ ન થાય તે રીતે સમવસરણાદિની સ્થાપના કરીને વિધિપૂર્વક આગમનું વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ ગમે તે રીતે નહીં. આનાથી એ ફલિત થાય કે આચાર્યપદવી આપતી વખતે ગુરુએ શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપવાની છે, અને તે નવા આચાર્યને શાસ્ત્રોક્ત મર્યાદાથી ઉપરમાં બતાવ્યું તે પ્રમાણે કથન કરવાનું છે. તેથી જે સાધુ સૂત્રો-અર્થો ભણેલા હોય તેમને જ અનુયોગની અનુજ્ઞા આપી શકાય, અન્યને નહીં, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે.
સર્વત્ર સમવસરણાદિમાં” એ કથનનું તાત્પર્ય એ છે કે આચાર્ય શિષ્યોને સૂત્રોના અર્થોની વાચના આપે ત્યારે, આચાર્યના આસન કરતાં ઊંચા સ્થાને આસન પાથરીને તેના ઉપર જે સ્થાપનાચાર્યજી મૂકવામાં આવે છે તે સમવસરણ છે; અને તે સ્થાપનાચાર્ય સન્મુખ બેસીને આચાર્ય સૂત્રોના અર્થોનું વ્યાખ્યાન કરે છે, જેથી “હું ભગવાનના વચનને કહું છું,” એવી બુદ્ધિ થવાને કારણે લેશ પણ પ્રમાદ વગર વ્યાખ્યાનની પ્રવૃત્તિ થઈ શકે. વળી આચાર્ય ચતુર્વિધ સંઘ સમક્ષ ઉપદેશ આપે છે તે પર્ષદા છે. ૯૩પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org