Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨ : બંધારણું
છે. (૧) કેટલાંક ટ્રસ્ટમાં એવી શરત મૂકવામાં આવી છે કે ટ્રસ્ટની રકમનું વ્યાજ ગમે તેટલું (ઓછું) આવે, પણ એ ટ્રસ્ટના વિદ્યાર્થી અંગે કરવામાં આવતું બધું ખર્ચ વિદ્યાલયે જ ભેગવવું.
(૨) કેટલાંક ટ્રસ્ટોમાં વિદ્યાર્થી અંગે જે કંઈ ખર્ચ થાય તેમાંથી ટ્રસ્ટની વ્યાજની રકમ બાદ કરતાં બાકીની રકમ વિદ્યાથીને લોન તરીકે આપેલી ગણીને એ અંગેનું કાયદેસરનું બેન્ડ તે વિદ્યાર્થી પાસેથી લખાવી લેવામાં આવે છે.
(૩) કેટલાંક ટ્રસ્ટો એવાં પણ છે કે જેના ટ્રસ્ટીઓ પિતાની પસંદગીના વિદ્યાર્થીને વિદ્યાલયમાં પ્રવેશ કરાવવા પૂરતો જ હક્ક ભગવે છે; અને વિદ્યાલય તરફથી એ વિદ્યાર્થી અંગે જે કંઈ ખર્ચ કરવામાં આવે તેનું, લોન વિદ્યાર્થીની જેમ, તેની પાસેથી કાયદેસરનું બોન્ડ લખાવી લેવામાં આવે છે.
ટ્રસ્ટ-ઑલર-પેટ્રનની યોજના–જે દાતા સંસ્થાને પહેલાં વીસ હજાર રૂપિયા અને હવે (તા. ૧-૧-૧૯૬૪થી) પચીસ હજાર રૂપિયા આપે એમને બે ટ્રસ્ટ-ઑલરો વિદ્યાલયમાં રાખવાનો અધિકાર આપવા ઉપરાંત એમને સંસ્થાના પેટ્રન (આશ્રયદાતા) ગણવામાં આવે છે, અને તેઓ પિન તરીકેના બધા હકકો ભેગવી શકે છે.
ટ્રસ્ટ-ઑલરની યેજનાને સંઘ તરફથી ઘણો સારો આવકાર મળે છે. ૫૦મા વર્ષને અંતે (તા. ૩૧-૫-૧૯૬૫ સુધીમાં) આવાં કુલ ૯૪ ટ્રસ્ટે ધાયાં છે; અને તેને લાભ ૧૩૨ વિદ્યાર્થીઓને મળે છે. આ રીતે નોંધાયેલાં ટ્રસ્ટની કુલ રકમ રૂ. ૧૩,૦૦,૯૭૪ જેટલી થાય છે.?
ધાર્મિક સંસ્કાર અને અભ્યાસ ૯૧. ધાર્મિક જીવનઃ આ સંસ્થામાં દાખલ થનાર વિદ્યાર્થીનું જીવન ધાર્મિક તેમ જ સંસ્કારી થાય તે આશય લક્ષમાં રાખીને દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાનો છે અને તે જ આશયપૂર્વક વ્યવસ્થાપક સમિતિએ વ્યવસ્થા કરવાની છે.
હર, વિદ્યાર્થીગૃહના મૂળ નિયમો: વિદ્યાર્થીગૃહમાં રહેતા દરેક વિદ્યાર્થીએ દરરોજ જિનપૂજા કરવી જોઈશે, અને રાત્રિભોજનનિષેધ અને કંદમૂળ-અભક્ષ્યના ત્યાગનો નિયમ પાળવો જોઈશે; તેમ જ નિર્ણત ધાર્મિક શિક્ષણ બરાબર નિયમિત લેવું જોઈશે. વિદ્યાર્થીગૃહની બહાર અભ્યાસ કરનાર વિદ્યાથીઓએ તે નિયમો પાળવા જોઈશે અને ધાર્મિક શિક્ષણના સંબંધમાં વ્યવસ્થાપક સમિતિ દર વર્ષ માટે જે પાઠ્યપુસ્તકે નિણત કરે તેનો અભ્યાસ કરવો પડશે. આ મૂળ નિયમોમાં વાજબી કારણ સિવાય કાંઈ પણ ખૂલના કરનારને યોગ્ય શિક્ષા થશે અને અનેક વખત સ્કૂલના કરનાર ૭૮ મી કલમ પ્રમાણે સંસ્થાના વિદ્યાર્થી તરીકે બંધ થશે.
૯૩. ધાર્મિક પરીક્ષા : ધાર્મિક વિષયની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી માસમાં યોગ્ય પરીક્ષક મારફત લેવાની ગોઠવણ મંત્રી કરશે અને દરેક વિદ્યાથીઓએ તે પરીક્ષા આપવી પડશે અને તેની પરીક્ષામાં જે વિદ્યાર્થીની તૈયારી બિલકુલ હતી નહિ એવું માલુમ પડશે તે અથવા જે લાગલગાટ તેવી ધાર્મિક પરીક્ષામાં બે વખત નાપાસ થશે તે સંસ્થામાંથી કમી થવાને પાત્ર થશે. આવી પરીક્ષા ઉપરાંત છ માસિક આદિ સામયિક પરીક્ષા વ્યવસ્થાપક સમિતિ ઠરાવે તે વિદ્યાથીએ આપવી પડશે.
૧. વિદ્યાલયના બાવનમા વર્ષના રિપોર્ટ (પૃ. ૮)માં જણાવ્યા મુજબ આવા ટ્રસ્ટોની સંખ્યા ૧૨૪ની અને ટ્રસ્ટ-વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૪ની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org