Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકરણ ચોથું : વ્યવસ્થાતંત્ર
- ઉદેશ અને બંધારણ સુનિશ્ચિત હોય, કુશળ અને ધ્યેયનિષ્ઠ કાર્યકરો હોય અને કાર્યકરોમાં સમૂહભાવના અને ખેલદિલી હોય, પછી કઈ પણ સંસ્થાને કારોબાર સર. ળતાપૂર્વક અને સફળતાપૂર્વક ચલાવવામાં ભાગ્યે જ મુશ્કેલી નડે. વિદ્યાલયની ૫૦ વર્ષની સફળ કાર્યવાહી આ વિધાનનું સમર્થન કરે એવી છે.
સમાજનું ભાગ્ય કહો કે સંસ્થાને ઉદયગ કહે, વિદ્યાલયને એની સ્થાપના સમયથી જ વિકાસને અનુરૂપ સંયોગે મળતા રહ્યા છે. એને જેમ ભાવનાશીલ અને નિખાલસ કાર્યકરોનું જૂથ મળ્યું, તેમ સંઘમાંથી માગી મદદ આપનારા સખીદિલ મહાનુભાવ પણ મળતા રહ્યા. પરિણામે સારા કાર્યકરો અને ઉદાર સહાયકો જેવા બે પાટા ઉપર સંસ્થાના વ્યવસ્થાતંત્રની ગાડી નિરાકુલપણે આગળ વધતી રહી અને વિકાસના સીમાચિહ્ન સમી એક એક મંજિલને પસાર કરીને સમાજની વધુ ને વધુ સેવા કરતી રહી.
બાકી તો, બંધારણ ગમે તેટલું સારું હોય, પણ એને અમલ કરનારાઓની દાનત કે આવડતમાં ખામી હોય તો સંસ્થાનું વ્યવસ્થાતંત્ર કે સંચાલન ખામીવાળું બન્યા વગર ન જ રહે. અને જે કાર્યકરોની બુદ્ધિ નિર્મળ અને દૃષ્ટિ સ્પષ્ટ હોય તો કદાચ બંધારણમાં કોઈ ખામી રહી જવા પામી હોય તો પણ એ ખામી સંસ્થાના વિકાસને રૂંધી નથી શકતી. સંસ્થાના વ્યવસ્થાતંત્રમાં ખરો મહિમા સાચા કાર્યકરો મળવા એ જ છે. આ બાબતમાં શરૂઆતથી જ વિદ્યાલય ભાગ્યશાળી છે.
વિદ્યાલયના વ્યવસ્થાતંત્રમાં સૌથી વધુ અગત્યનું અને જવાબદારીભર્યું સ્થાન છે માનદ મંત્રીનું. એની દોરવણ સંસ્થાના નાવને સાચી દિશામાં આગળ વધારવામાં સુકાનીની ગરજ સારે છે. વિદ્યાલયની સ્થાપનાથી જ શ્રીયુત મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાની વિદ્યાલયના માનદ મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી : આ રીતે આવી મોટી અને સતત વિકાસશીલ રહેલી સંસ્થાના પ્રથમ માનદ મંત્રી નિમાવાનું માન શ્રી મોતીચંદભાઈને ફાળે જાય છે; અને એ જવાબદારી એમણે સવાઈ રીતે પૂરી કરીને એક ઉત્તમ દાખલ રજૂ કર્યો હતો એમ કહેવું જોઈએ. પણ શ્રી મોતીચંદભાઈની સંસ્થા અંગેની બહોળી કામગીરી જોતાં તેઓ વિદ્યાલયના માનદ મંત્રીપદ ઉપરાંત બીજું પણ ઘણું ઘણું મહત્વનું સ્થાન ધરાવતા હતા : સંસ્થાની સ્થાપનામાં તેમ જ એના સંચાલનમાં તેઓ એના પ્રાણ રૂપ હતા–એમ વિના અતિશયોક્તિએ કહી શકાય. સંસ્થાની સ્થાપના વખતે જેમ એમણે સંસ્થાના ઉદ્દેશે અને એના આકાર-પ્રકાર નક્કી કરવામાં અગ્રગામી ભાગ ભજવ્યો હતો, એમ સંસ્થાના વ્યવસ્થાતંત્રને વિશિષ્ટ ઘાટ આપવામાં તેમ જ કેટલીય તંદુરસ્ત પ્રણાલિકાએ કાયમ કરવામાં પણ એમણે પુરોગામી તરીકે કામ કર્યું હતું કે તેઓ સંસ્થા સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org