Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા વિદ્યાર્થીઓએ પિતે લીધેલી લોન સંસ્થાને પરત કરવામાં સંકોચ કર્યો નથી, એ ગૌરવની વાત છે અને એ રીતે સંસ્થાને મોટી રકમ પાછી મળી છે. આ લાભ લેવા માટે તે વિદ્યાર્થીઓ ધન્યવાદ પાત્ર છે.
પૂજ્ય આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી અને એ મગરૂર થવા જેવી વાત છે કે સંસ્થાની શાખાઓ વધતી જાય છે. આ માટે સ્થાનિક કાર્યકરોને અભિનંદન ઘટે છે. કોઈ પણ કામ સાથે વગર થઈ શકતું નથી.
સામાન્ય રીતે આવી સંસ્થાઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી, કારણ કે સંસ્થામાં હોદ્દા અને સત્તા માટે સ્પર્ધા જાગે છે અને ખેંચાખેંચ થાય છે. સદ્ભાગ્યે આ સંસ્થાને સેવાભાવી કાર્યકરો મળ્યા છે; અને એના લીધે જ એની આટલી પ્રગતિ થઈ શકી છે. કોઈ પણ સંસ્થાના પ્રાણુરૂપ વ્યક્તિ ન હોય તો સંસ્થા ન ચાલે. શ્રી મોતીચંદભાઈ કાપડિયા અને શ્રી ચંદુલાલ વધે. માન શાહ, એ બન્ને આ સંસ્થાના પ્રાણ બન્યા છે.
“આ અવસરે હું એક સૂચન કરવું ઉચિત સમજુ છું કે આ સંસ્થાના વિદ્યાર્થીઓ રોજી રળી શકાય તે અભ્યાસ કરવાની અને ડિગ્રીઓ મેળવવાની સાથે સાથે આપણા મોટા મોટા જ્ઞાનભંડારે, એમાં હજારોની સંખ્યામાં સચવાયેલા આપણું મહાન આચાર્યોના ગ્રંથે, અને એમનાં કાર્યોનો પણ ખ્યાલ રાખે, અને એ દિશામાં પણ તેઓ કામ કરે. શ્રી ભોગીભાઈએ રિસર્ચની અને પ્રાચીન ગ્રંથના અધ્યયન-સંશોધનની જે વાત કરી છે તેની સાથે હું સહમત થાઉં છું. સંસ્કારને માટે પણ વિદ્યાર્થીઓએ આવું અધ્યયન કરવું જોઈએ.
પૂજ્ય ગાંધીજીએ આપણને સેવાને મંત્ર આપે છે. એ મંત્ર પ્રમાણે આ સંસ્થાના વિદ્યાર્થી ઓ ઉત્તીર્ણ થયા બાદ સેવામાર્ગ તરફ વળે અને અભ્યાસકાળ દરમ્યાન મહાન જૈનાચાર્યોએ લખેલા ગ્રંથોનું અને જૈનધર્મના તત્ત્વજ્ઞાનનું અધ્યયન કરે તો એમને તે ઘણું ઉપયોગી થઈ પડશે. નિર્વાહ માટે સારી કમાણીની જરૂર છે; પરંતુ સાથે સાથે જીવનમાં સંસ્કાર પાડવાનું કામ એથીયે વધુ જરૂરી છે. ( રિપોર્ટ ૪૭ : પૃ. ૨૩)
આ નવા મકાનનું ઉદ્ઘાટન થયા બાદ એ શાખાને લાભ વધુ વિદ્યાર્થીઓને મળવા લાગે છે.
વડોદરા-શાખાના પુસ્તકાલયના વિકાસ અંગે એ શાખાની કાર્યવાહક અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ કરેલા પ્રયાસની અહીં નેંધ લેવી જરૂરી છે. આ વિદ્યાથીમિત્રોએ મને રંજન-પ્રવૃત્તિઓ દ્વારા તેમ જ કાર્યવાહકના સહકારથી અમુક રકમ એકત્ર કરીને જુદા જુદા વિષયના અભ્યાસ માટે જરૂરી એવાં કીમતી પુસ્તક એકત્ર કરીને “ટુડન્ટ્સ લેન્ડિંગ લાયબ્રેરી” શરૂ કરી છે, જે ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આ પ્રવૃત્તિની ઉપયોગિતા સમજીને આ લાયબ્રેરીમાં પુસ્તક ભેટ મળવા લાગ્યાં છે. વડોદરાના જાણીતા પુસ્તકવિતા શ્રી એમ. સી. કોઠારીએ એમાં છ રૂપિયા જેટલી કિંમતનાં અને વડોદરાના જાણીતા વકીલ શ્રી ડાહ્યાભાઈ મગનલાલે એક હજારની કિંમતનાં પુસ્તકો ભેટ આપ્યાં છે.
આ શાખાના નવા મકાનનું તા. ૧૬-૬-રના રોજ ઉદ્દઘાટન થયું તે વખતે, વડોદરાના જૈન તેમ જ સાર્વજનિક જાહેરજીવનના પ્રાણ સમા એ શાખાના કર્તવ્યનિષ્ઠ અને ભાવનાશીલ મંત્રી શ્રીયુત નાગકુમારભાઈ મકાતી, પિતાની નાદુરસ્ત તબિયતના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org