Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રદ્ધાંજલિ
૧૫૩ વાણિયાને દીકરો મોટેભાગે વેપારીની સબત કરે, ધનપતિનાં પડખાં સેવે અને બીજું કંઈ ન સૂઝે તો છેવટે ઘરનું ખાઈને પણ કોઈની દુકાને વગર પગારે અનુભવ લેવા બેસે. પણ છગનનો જીવ આમાં ક્યાંય ન લાગે. એને તો દેવમંદિર વહાલાં લાગે, સંતોની સેવાના સ્વપ્નાં આવે અને ગુરૂમુખેથી ધર્મની નિર્મળ વાણીનું પાન કરવું ગમે. કાં દેવમંદિર, કાં ઉપાશ્રય એ જ એનાં સાચાં વિશ્રામસ્થાન. ઘરમાં એ મહેમાનની માફક જ રહે. ન માયા–મમતાનાં બંધન, ન પૈસાટકાની પરવા, ન ઘરવ્યવહારની જાળ, છગનનું જીવન ઘરમાં જળકમળ જેવું બની રહ્યું અને એનું અંતર સંયમ-વૈરાગ્યને ઝંખી રહ્યું ક્યારે એ ધન્ય ઘડી આવે?
ધર્મવાણીનું શ્રવણ તો અવારનવાર થતું જ રહેતું હતું. એવામાં એક પ્રેરક પ્રસંગ બની ગયે; અને જાણે એ પ્રસંગ પુરાતન ઇતિહાસને સજીવન કરી ગયે.
પચીસ સો વર્ષ પહેલાંની–ભગવાન મહાવીરના યુગની-જંબૂ કુમારની ધર્મકથા ઘેર ઘેર પ્રચલિત છે. જંબૂ કુમાર ઋષભદત્ત વ્યવહારિયા–શ્રેષ્ઠીના એકના એક પુત્ર. યૌવનવયે એનાં લગ્ન લેવાયાં. એવામાં ભગવાન મહાવીરના પટ્ટધર, પંચમ ગણધર, શ્રી સુધર્મા સ્વામીની ધર્મવાણું એમના અંતરને સ્પર્શી ગઈ, અને તેઓ લીધે લગ્ન જ ઘરવાસી મટીને ત્યાગમાર્ગના પ્રવાસી બની ગયા.
છગનનું પણ કંઈક આવું જ સદૂભાગ્ય જાગ્યું. વિ. સં. ૧૯૪૨ માં, ૧૫ વર્ષની વયે, એમને વડોદરામાં શ્રી આત્મારામજી મહારાજની વૈરાગ્યભરી ધર્મવાણી સાંભળવાને અવસર મળે. એ વાણી છગનના અંતરને જગાડી ગઈ. ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને માતાની અંતિમ આજ્ઞાનું પાલન કરવા એનું અંતર તલસી રહ્યું. છગને આત્મારામજી મહારાજને પિતાને દીક્ષા આપવાની વિનતિ કરી.
આત્મારામજી મહારાજે એટલું તો જોઈ લીધું કે દીક્ષાની ભિક્ષા માગનાર વ્યક્તિમાં ભક્તિ, શક્તિ અને બુદ્ધિને ત્રિવેણીસંગમ સધાયેલ છે, અને એનું ભાવી ઉજજવળ છે, શાસનને પણ એનાથી લાભ થવાને છે. પણ તેઓ વિચક્ષણ, સમયજ્ઞ, સમતાળુ, શાણા અને દીર્ઘદશી પુરુષ હતા. એમણે ઉતાવળ ન કરતાં છગનના મોટા ભાઈ વગેરેની અનુમતિથી જ દીક્ષા આપવાનો નિર્ણય કર્યો, અને છગનને પણ ધીરજ રાખવા કહ્યું.
છગને પિતાના મનની વાત ઘરમાં કરી, પણ આવું અસાધારણ પગલું ભરવાની અનુમતિ મેળવવાનું કંઈ સહેલું નથી હોતું. કેઈએ એની વાત કાને ન ધરી. મોટાભાઈ ખીમચંદનું મન કઈ રીતે માને નહીં; એ તો એને વિરોધ કરીને બેઠા. છગનનાં બે વર્ષ કસોટીમાં વીત્યાં. એ સમય છગને ધર્માભ્યાસમાં અને દેવ-ગુરૂની સેવામાં વિતાવીને પિતાનો વૈરાગ્ય સાચો અને દઢ હોવાની સૌને ખાતરી કરાવી આપી. અને છેવટે, ઘીના ઘડામાં ઘી પડી રહે એમ, છગનની ઉત્કટ ઝંખના સફળ થઈ. વિ. સં. ૧૯૪૩ના વૈશાખ સુદિ ૧૩ ના રેજ, ધર્મનગરી રાધનપુર શહેરમાં, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે છગનને ત્યાગધર્મની દીક્ષા આપી, એમને પિતાના પ્રશિષ્ય (મુનિ શ્રી લક્ષમીવિજયજીના શિષ્ય) મુનિ શ્રી હર્ષવિજયજીના શિષ્ય બનાવ્યા, અને નામ આપ્યું મુનિ વલ્લભવિજય– ત્યાગમાર્ગના પ્રવાસી બનેલ છગનલાલનું ભાવી સાચે જ, સર્વજનવલ્લભ બનવાનું હતું!
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org