Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ પાંચમે મહિને એક નવી દાસી આવી. મનમોહિનીએ વીર વિક્રમને પડકાર તે ઝીલી લીધું હતું, અને તે પડકારને જવાબ આપવાની યેજના પણ ઘડી લીધી હતી. તેણે જમવાને બાજઠ જાળી પાસે રાખે, અને તેના પર તે ઊભી રહી. પરંતુ હજી જાળી સુધી મોટું લઈ જઈ શકાય તેમ ન થયું, એટલે તેણે પલંગ ખેસવીને આ તરફ રાખ્યા.
પ્રથમ પાંચ-સાત દિવસ પર્યત એણે એ દાસી સાથે, એના મનમાં કરુણા જન્માવે એવી એવી વાત કરી. ત્યાર પછી પોતાની એક મૂલ્યવાન મુદ્રિકા દાસીને આપતાં કહ્યું?
બેન, મારા માટે આ અલંકારો સાવ નકામા છે. આ મુદ્રિકાનું રત્ન ઘણું જ કીમતી છે. તું સુખેથી તે ધારણ કરજે !”
પરિચારકવર્ગ ધન જોઈને પાલિત પશુ સમો બની જાય છે. દાસીએ મનમોહિનીના આવા દુઃખ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને કહ્યું : “આપે મહારાજા સાથે હોડ કરીને ભારે દુઃખ વહોરી લીધું છે. મહારાજા ભારે હઠીલા છે; લીધી વાત મૂકતા નથી! મારું માને તે આપ ક્ષમા માગી લે ને હાર કબૂલે એટલે આપ જરૂર મુક્ત થઈ શકશે.”
તારી વાત સાચી છે બેન! પણ એવી નામોશી વહોરવા કરતાં આ ગૃહમાં રહેવું વધારે ઉત્તમ છે. અહીં હું નિરાંતે ધર્મધ્યાન કરી શકું છું. કેઈની કૂથલી નહીં, કેઈને દ્વેષ નહીં, મને અહીં ભારે સુખ છે. પરંતુ તું જ મારું એક કામ કરી શકે તે મારા પર મેટે ઉપકાર કર્યો ગણાશે.”
મહારાજાની સૂચનાની મર્યાદામાં આવતું કામ હશે તો હું જરૂર એ કામ કરી દઈશ.” દાસીએ કહ્યું.
મહારાજાએ શી મર્યાદા મૂકી છે, એની તે મને ખબર નથી, પરંતુ આવતી કાલે મારો જન્મદિવસ છે--માર માબાપની હું એકની એક લાડકવાઈ કન્યા છું. મારા જન્મદિવસે તેઓ મારા હાથનું પાન ખાઈને ભારે સુખ અનુભવે છે. બાર મહિનામાં માત્ર એક જ વખત તેઓ પાન ખાય છે. જે તું મારા ભવન પર મારા પિતાને મારા હાથે વાળીને આપું એ બે પાન આપી આવે તે મને શાંતિ થાય.”
દાસીએ તરત કહ્યું: “આ કાર્યમાં મહારાજાએ આપેલી સૂચનાઓને ભંગ નથી થો; જરૂર પાન આપી આવીશ; ક્યારે આપવા જવાનું છે?”
આવતી કાલે વહેલી સવારે.” દાસી કબૂલ થઈ. અને બીજે દિવસે બે પાન તૈયાર કરીને મનમોહિનીએ જાળી વાટેથી દાસીને આપ્યાં.
દાસીને એક વાતની તે ખાતરી જ હતી કે જળી કાઈથી તૂટે એવી નથી અને જાળી વાટેથી કઈ બહાર નીકળી કે જઈ શકે એમ પણ નથી.
બીજે કાંઈ સંદેશ આપે છે?” દાસીએ પ્રશ્ન કર્યો.
મને આ રીતે પૂરી રાખી છે એ વાત મારા માતાપિતા કે કઈ જાણતું નથી; મહારાજા અને એમના વિશ્વાસુ માણસે સિવાય કેઈને ખબર નથી. એટલે તું પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org