Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text ________________
૧૯૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ બોલ બેટા! તું જ આને ઉકેલ કરીને અમારે હૃદયભાર એ છે કર !” શમણુદત્ત શ્રેષ્ઠીએ આશાભર્યા અવાજે કહ્યું.
બાપુ! વાગ્દાનની ઘડીથી અમારા મને મંદિરના આસને જંબૂકુમાર બિરાજી ગયા છે. અને ચિત્તની ચોરીમાં અમે એમને વરી ચૂકી છીએ. અમારા આત્માનાં લગ્ન થઈ ચૂક્યાં છે. અમે આઠે સખીઓ જ બૂકુમારને વીનવીએ છીએ કે અમારા કૌમાર્ય ઉપર સુહાગને અભિષેક કરે! જીવનમાંગલ્યની માળા અમારા કંઠમાં આપે ! અમે આપના પગનાં બંધન બનીશું નહિ, દીનતા દાખવીશું નહિ, આપની આજ્ઞા હશે તે અમે પણ ભગવાનના પંથે આપની સાથે વિચરીશું અને મહામના સતી ગંદનબાળાના સમુદાયમાં સમાઈ જઈશું.” સમુદ્રાના અવાજમાં કંપ હતે. એને દેહ થરથર કંપતો હતો. એને જાણે હૃદયને વાચા આપી શકે એવા શબ્દો પૂરા જડતા નહોતા.
“બેટા સમુદ્રા!” ઋષભદત્ત શ્રેષ્ઠી બેલી ઊઠયા.
વડીલ! આપ કશું દુઃખ ન લગાડશે ! અમારા હૃદયમાં કઈ ક્ષેભ કે વિષાદ નથી; અમારા હૃદયના અણુએ અણુની એ વાચા છે.” પદ્મશ્રીએ સમુદ્રાના કથનમાં પૂર્તિ કરી.
હવે કઈને કશું બોલવાનું રહ્યું નહિ. સૌએ વિદાય લીધી ત્યારે પરણવનારાંઓના ચહેરા વિમાસણમાં હતા; જ્યારે પરણનારાંનાં વદન ઉપર ઉલ્લાસ વિલસતો હતે.
વ્યથાને હૈયામાં ભંડારી દઈ શ્રેષ્ઠીઓ લગ્નની તૈયારીમાં પડી ગયા, ત્યારે રાજગૃહીમાં ચકલે ને ચૌટે વાતોના ગબારા ચડવા લાગ્યા. કેઈ કહેઃ “ઋષભદત્ત શેઠ ભારે જબરા; જબૂ કુમારે સંસારત્યાગની હઠ લીધી એટલે રૂપભરી કન્યાઓને સામે લાવી ઊભી રાખી દીધી. જંબૂકુમાર પઠીભરી નવયૌવનાઓને જોઈ ગાંડે બની ગયા, દીક્ષાની વાત જ ભૂલી ગયો !” કઈ વળી કંઈ વાત કહેવા લાગ્યા.
પણ છેવટે લગ્નોત્સવ ઊજવવામાં આવ્યું, વરવધૂઓએ મંગલગૃહમાં પ્રવેશ કર્યો. લગ્નમાંગલ્યનાં સૂક્તો ઉચ્ચારતા પવિત્ર પુરોહિતની સાક્ષીએ જ બૂકુમારના હસ્તમાં પરમેલાસથી આઠે કન્યાઓએ એકસાથે પિતાના હસ્ત સમર્પિત કરી દીધા. એમના સૌંદર્ય વેરતા વદન ઉપર ત્યારે જાણે આનંદની સગો ચડતી હતી.
શ્રેષ્ઠીઆવાસના બીજે માળે સેવિકાઓએ શયનખંડને શણગારી દીધું હતું. વિશાળ ખંડમાં શાન્ત પ્રકાશ રેલાવતા દીપકે સુવાસિત દ્રવ્યોથી હવાને ભરી દેતા હતા. ગૃહસેવિકા નવવધૂઓને શયનગૃહમાં પ્રવેશ કરાવી ચાલી ગઈ. થોડી જ વારમાં જબૂ કુમાર આવી પહોંચ્યા. યૌવનના જળમાં લહેરાતાં કમળ પુપેથી નવવધૂઓની વેણીમાંથી મહેકતી મેગરાની સુવાસ આલાદ ઉપજાવતી હતી.
બેલે સમુદ્રશ્રી ! હવે તમારી શી અપેક્ષા છે?” જંબૂ કુમારે સમુદ્રશ્રી તરફ દષ્ટિ કરતાં કહ્યું. એ દૃષ્ટિમાં પ્રેમ અને સ્વજનતા ભર્યા હતાં.
અમે તો અમારું હૃદય આપને સમર્પિત કરી ચૂકી છીએ.” મૃદુ સ્વરે સમુદ્રથી બોલી. એટલે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562