Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
- ૧૯૨
* શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ શ્રેષ્ઠીઓ ! મારે આપ સહુની માફી માગવાની છે—” ઋષભદત્ત શેઠ વિશેષ બેલી શક્યા નહિ. એમના ગળામાં શેષ પડી ગયે, એમની આંખમાં અશ્રુઓ ઊભરાઈ આવ્યાં.
“એવું શું બન્યું છે કે આ૫ આમ ભાંગી પડે છે? કહે તો કંઈ ઉપાય થાય.” | Kવાત એવી છે શેઠ, કે જેને કોઈ ઉપાય મને દેખાતો નથી ! આપણું સૌના ઉત્સાહ ઉપર વજપ્રહાર થયો છે. મારી આશાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ છે.”ષભદત્ત એટલું બોલીને અટકી પડ્યા.
“અમે આપના દુઃખના સહભાગી છીએ શ્રેષ્ઠી ! જે હોય તે સ્વસ્થ થઈને કહે !” સમુદ્રપ્રિયનાં પત્ની પડ્યાએ આર્જવતાભર્યા સ્વરે કહ્યું. આખા દીવાનખાનાનું વાતાવરણ વ્યગ્ર બની ગયું હતું. - “અમારે જંબૂ કહે છે કે “મારે ભગવાનના શ્રમણ સંઘમાં સંમિલિત થઈ જવું છે; મને રજા આપો.” મારે શું કરવું તે મને સૂઝતું નથી. આટલા શબ્દ માંડ માંડ બોલીને ઋષભદત્ત ઢળી પડ્યા. એ સાંભળીને સૌ હતચેતન બની ગયાં. સૌનાં વદન પ્લાન થયાં. શ્રેષ્ઠિ પત્નીઓ હથેલીઓમાં મેં છુપાવી ડૂસકાં ભરવા લાગી.
એવું કેવી રીતે બની શકે, શેઠજી? આવતી કાલનું તે લગ્નનું મુહૂર્ત છે. આ૫ જંબૂકુમારને સમજાવે.” સાગરદત્ત શેઠે મૌન તોડતાં કહ્યું.
કાંઈક સ્વસ્થ થતાં ઋષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું: “શેઠજી! તમે મને શું કહે ? જંબૂ તે મારું રાંકનું એકનું એક રતન છે. મેં એને સમજાવવામાં કંઈ બાકી રાખી હશે? પણ એ તે હઠ લઈને બેઠે છે. એ કહે છે: “મારા પગમાં જવાબદારીની સાંકળ પડે એ પહેલાં મને વિદાય આપે ! લગ્નના બંધનમાં નાંખી એ કેડભરી કન્યાઓનાં જીવન ન કરમાવો ! હું હવે ઘડીભર પણ ઘરમાં રોકાવાને નથી.” પછી નિરુપાય બની આપને નિમંત્ર્યા. એનાં લગ્ન માણવાને અમને કેટલો બધે આનંદ હતો! પણ યૌવનને આંગણે ઊભેલી મારી દીકરીઓ જેવી આ આશાભરી કન્યાઓ સાથે હું કેવી રીતે દગે રમી શકું?”
આટલું સાંભળતાં શ્રેષ્ઠી પુત્રી સમુદ્રથી દીવાનખાનામાંથી ઊઠી ગૃહઉદ્યાન તરફ ગઈ. એની પાછળ સંચની પૂતળી સમી બીજી સાતે કન્યાએ ગઈ
આપે વાત તે સારી કરી શેઠ! પણ પીઠીભરી કન્યાઓનાં લગ્ન એમ કેવી રીતે અધ્ધર રાખી દેવાય? જંબૂકુમારને આજે–લગ્નને આગલે દિવસે જ...આ શું સૂઝયું છે? આ તે અમારા હૃદયને ભાંગી નાખે એવી વાત છે. આ નિરપરાધ કન્યાઓનો તે કંઈ વિચાર કરે ! આપણાં ખાનદાન કુટુંબની પ્રતિષ્ઠાને વિચાર કરો ! જંબૂકુમારને સમજા! એમને કહે, બેટા! આ ઘડીએ હવે છટકી ન જવાય? લગ્ન કરી લે. માતપિતાના– અભિલાષ પૂરા કરે, કેડભરી કન્યાઓના નિસાસા ન લે. પછી યથાઅવસરે ભલે ભગવાનના પથે વિચરજે. કુમારે પણ વિચારવું ઘટે.” કુબેરદત્ત શેઠ વીનવી રહ્યા.
બૂકુમારને અહીં જ બોલાવીએ. તમે એને સમજાવે. હું તમારી સાથે જ છું, જાવ, ધારિણી, જંબૂને બોલાવી લાવ!” પતિની આજ્ઞા થતાં લથડતે પગલે શેઠાણી પુત્રને બોલાવવા ગયાં. દીવાનખાનામાં મર્માઘાત જેવું મૌન પ્રસરી રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org