Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સ્વ. મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિ વિરચિત
વિષયોછામાવથ (એક અજ્ઞાત કૃતિને ટૂંક પરિચય)
લેખક : પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી
સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા અને અઢારમી સદીના લગભગ મધ્ય ભાગે દિવંગત થએલા, પદર્શન વેત્તા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પોતાના જીવન દરમિયાન વિવિધ વિષયના સેંકડો ગ્રન્થ સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની અને ગુજરાતી–એ ચારે ભાષામાં રચ્યા હતા. આમ છતાં અત્યારે તો એમના ગ્રંથ અતિપરિમિત સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેઓશ્રીને કાળધર્મ પામે હજી પૂરાં ત્રણ વરસને ગાળો પણ નથી વીયે, છતાં એમની સેંકડો કૃતિઓ અનુપલબ્ધ બની જાય એ દુઃખદ તેમ જ રહસ્યમય ઘટના છે. - જો કે હજુ ઘણા જૈન જ્ઞાનભંડારે પૂરી ચોકસાઈથી જોવાયા નથી. આજે હસ્તપ્રતિએનો વપરાશ શ્રમણ સંઘમાં પાંચ ટકા જેટલા પણ રહ્યો નથી. એના પરિણામે જ્ઞાનભંડારે જોવાની તકો ક્યાંથી ઊભી થાય? આજે તે હસ્તપ્રતિઓની લિપિ ઉકેલવાનું પણ દુરહ થતું જાય છે. એટલે જ્યારે અધિકૃત વ્યક્તિઓની નજરે અણખોજ્યા ભંડાર ઝીણવટથી તપાસાશે ત્યારે, સંભવ છે કે, બીજી થોડીઘણી કૃતિઓ પ્રાપ્ત થયા વિના નહીં રહે.
આ સાલમાં જ થોડા વખત પહેલાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ શહેરના જ્ઞાનભંડારની જ કરતાં પ્રાપ્ત થએલી એક નાનકડી અને અપૂર્ણ છતાં અત્યાર સુધી અપ્રાપ્ત તેમ જ અજ્ઞાત કૃતિને અલ્પ પરિચય કરાવવા માટે આ લેખ લખું છું. “શ્રી યશભારતી જૈન પ્રકાશન સમિતિ” ના પ્રથમ પુષ્પ તરીકે પ્રસિદ્ધ થએલી મહોપાધ્યાયજીકૃત પશ તિની પ્રસ્તાવનામાં મહોપાધ્યાયજીકૃત ઉપલબ્ધ, અનુપલબ્ધ, પૂર્ણાપૂર્ણ ગ્રન્થોની જે યાદિ પ્રગટ કરી છે, એમાં આ કૃતિની નેંધ લેવામાં આવી નથી. કારણ કે અદ્યાવધિ પ્રાપ્ત
૧. ઉદાહરણ તરીકે અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારનું નામ સૂચવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org