Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 547
________________ ૨૩૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ યાદીઓમાં કે ગ્રન્થમાં આ ગ્રન્થને ઉલ્લેખ જોવા મલ્ય નથી. આથી સમજાય છે કે એઓશ્રીએ વિવિધ ક્ષેત્રે અવનવી કેટલીયે કૃતિઓની રચના શરૂ કરી હશે, અને એક યા બીજા કારણે તે અપૂર્ણ રહી હશે. એમાં જે કૃતિ પિતાના પ્રારંભની જેમ જ પિતાને અન્ત જોવાનું સદ્ભાગ્ય ધરાવતી હશે તેણે પિતાને અન્ત જે હશે; અને એવું ભાગ્ય ન ધરાવનારી ઘણી કૃતિઓ એમ ને એમ અધૂરી જ રહી હશે. ઉપર સૂચવ્યું તેમ જૂનાગઢમાંથી મળી આવેલી આવી જ એક અલ્પપુણ્યક કૃતિનું નામ છે–વિનોહસ્ત્રાસદાવ્ય. ખુશનસીબીની વાત એ છે કે આ કૃતિ ખુદ ઉપાધ્યાયજીના પિતાના હસ્તાક્ષરમાં જ લખાયેલી મળી આવી છે. આ કૃતિની હસ્તપ્રતિ, ઉપર કહ્યું તેમ, જૂનાગઢ જનસંઘના જ્ઞાનભંડારની છે. પિથી નં. ૧૦૫૦, અને પ્રતિ નં. ૩૮૮ છે. આ કૃતિ શોધી કાઢવાનું સૌભાગ્ય મુનિવર શ્રી ધુરંધરવિજયજીને પ્રાપ્ત થયું છે. તેઓશ્રીએ એ કૃતિ અમદાવાદ મારા પરમ આત્મીય જન, પૂજ્ય આગમપ્રભાકર મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજને મોકલી, તેઓશ્રીએ તેની ફેટેસ્ટેટ કોપી મને મોકલાવી. આ પ્રતિનાં પાનાં પાંચ છે. પાંચમું પાનું અડધું લખાયેલું છે. એમાં બીજા સને ૬૫ કલેક પૂરો લખાયા પછી આગળનું કામ પડતું મુકાયું છે. દરેક પાનામાં ૧૫થી ૧૮ પંક્તિઓ છે. લોકેની રચના ઉપજાતિ છંદમાં કરેલી છે. ગ્રન્થને વિષય ચરિત્ર છે. આ ચરિત્ર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પાટે આવેલા મહર્ષિ આચાર્ય શ્રી વિજ્યસિહસૂરિ મહારાજશ્રીનું છે, જેમાં શ્રી વિજયદેવસૂરિની પાટે આવેલા હતા. આ હસ્તપ્રતને બાહ્ય પરિચય જે; હવે એનું આખું આંતર દર્શન કરીએ– જૈન પ્રણાલિકા મુજબ (પ્રાય:) ૯૯૦નો મંગલ અંક ટપકાવી તુરત જ જે નમ: | લખી, સકલભટ્ટારકશિરોમણિ ભટ્ટારક શ્રી ૫ વિજયદેવસૂરીશ્વરજી મહારાજને નમસ્કાર . કર્યો છે. પછી ગ્રન્થારંભ કર્યો છે. પ્રથમના ત્રણેય લેકના પ્રારંભમાં અનુક્રમે : (૧) જેવારણાર, (૨) જે પ્રકાર (૩) ઘેવારમારાધનામ્ ! આ પ્રમાણે છે બીજથી સંયોજિત શબ્દોનો પ્રયોગ કર્યો છે. અહીંયા સમજવા જેવી બાબત એ છે કે, ઉપાધ્યાયજી ભગવંતની અદ્યાવધિ પ્રાપ્ત તમામ કૃતિઓ, પછી તે સ્વહસ્તાક્ષરી હોય કે પરહસ્તાક્ષરી હોય, એ સહુના પ્રારંભમાં - માત્ર આદિના એક જ લેકના પ્રારંભમાં સરસ્વતી મંત્રના બીજભૂત ગણાતા ઇ બીજથી .. १. ऐंकारसारस्मृतिसंप्रवृत्तैर्वृत्तः सुवृत्तैः पटुगीतकीर्तिः । - मदंतरायव्ययसावधानः श्रियेऽस्तु शंखेश्वरपार्श्वनाथः ॥ १ ॥ २. ऐन्द्र प्रकाशं कुरुतां ममोद्यन्महारयादेव सरस्वतीयम् । - सदाहितानां तनुते हितं या, पुंसां पवित्रा सकलाधिकारम् ॥२॥ 3. ऐकारमाराधयतां जनानां, येषां प्रसादः परमोपकारी ।। तेषां गुरूणां चरणारविंद-रजःपरां संपदमातनोतु ॥ ३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562