Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
२४०
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ (૧) ધર્મ–ત્યાં અભ્યાસ કરતા વિદ્યાથી ધર્મને અને ધર્મની સમજણને મેળવી પિતાના જીવનના ચણતરને ઊંચે લાવવા પ્રયાસ કરતો હોય છે.
(૨) મૂલ્યોની સમજણુ–સાચી વિદ્યા–પછી ભલે ને તે કંઈક અંશે વ્યાવહારિક જ્ઞાન હોય અને તે તેના જીવનમાં ઉપયોગી થવાનું હોય–તેને પણ નિષ્ઠા અને સમજણપૂર્વક ઉપયોગ કરી માનવજીવનને સફળ બનાવવું અને જીવનનાં મૂલ્ય સમજવાં તે પણ તેને હેતુ હેવો જોઈએ.
(૩) સમયને સદુપયોગ-વિદ્યાર્થી જીવન, ભલે તે કોઈને જવાબદારીભર્યું ન લાગતું હાય પણ ખરી રીતે તે ખૂબ જ જવાબદારી ભર્યું છે. સમજણ અને સાવધાનીપૂર્વક કામમાં અને અભ્યાસમાં લગાવેલે પળેપળને સમય કેટલો બધે ઉપયોગી થઈ પડે છે, તે તે આપણે આપણી સામે જ જોઈ શકીએ છીએ. આદર્શો અને સંસ્કારિતા માટે બહાર શોધ કરવાની જરૂર નથી. પ્રેરણા માટે અન્યના જીવનનો દાખલો લેવો પડે તે ઠીક છે; બાકી ખરી વાત તો પિતાનું જીવન ઉદાહરણરૂપ બને એ છે. આ વાતને વિચાર આવતાંની સાથે વિદ્યાથી સમયને દરગ કરતા અટકશે એ સ્વભાવિક છે. મતલબ કે સમયના સદુપયેગને ખ્યાલ વિદ્યાથીને સતત રહે જોઈએ.
(૪) શિસ્ત વિદ્યાર્થી જીવનની શિસ્ત-મર્યાદાઓનું પાલન એ પણ એટલું જ અગત્યનું છે. એમનું જીવન સચ્ચરિત્રશીલ બનવાની સાથે એમને માનસિક અને શારીરિક રીતે પણ વિકાસ થાય એ વાતનો ખ્યાલ રાખે પણ જરૂરી છે.
(૫) સ્વાશ્રય–સ્વાશ્રય અને શ્રમ તરફની અભિરુચિ જીવનઘડતરમાં બહુ ઉપયોગી થઈ પડે છે. આપણા દેશની પ્રાચીન પ્રણાલિકા તે એવી હતી કે તે વખતે આશ્રમે હતા,
જ્યાં ઋષિમુનિઓ વિદ્યાથીના ઘડતરમાં ખૂબ જ રસ લેતા અને વિદ્યાર્થીઓને સ્વાશ્રય અને શ્રમને પાઠ ભણાવતા. અત્યારે પણ યોગ્ય ફેરફારો સાથે આની એટલી જ જરૂર છે.
આવા આદર્શ વિદ્યાર્થીઓ અને આવા આદર્શ વિદ્યાલયેની ખોટ અત્યારે વધારે વરતાય છે. આવાં વિદ્યાલયે સાથે ભાવના અને ઉચ્ચ આદર્શો સંકળાયેલ હોય અને તેના નામ સાથે તેના ગુણો પણ પ્રકાશે તે એવી સંસ્થા સમાજનું ગૌરવ બની શકે અને સમાજને સહકાર મેળવી શકે. - શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક આદર્શ વિદ્યાલય છે. અને ભવિષ્યમાં એ વધારે ઉચ્ચ આદર્શોવાળું બનીને આપણી નવી પેઢીને વધારે સંસ્કારી અને વધારે શક્તિશાળી બનાવે, અને જૈન સમાજની વધુ ને વધુ સેવા બજાવે એ જ અભ્યર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org