Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 555
________________ ૨૪૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ અને વૈરાગ્યથી પ્રેરાયેલે સંયમ–એ એને ન બનવા જેવી વાત લાગે છે. તેમાંય આ બાળગીને આ આકરો વૈરાગ્ય તે જાણે એનાથી બરખાસ્ત જ થતો ન હતો. એ તો એમ જ માનતે હતો કે આવું કયારેય ન બની શકે, ન બનવું જોઈએ. અને છતાં નક્કર સત્ય નજર સામે ખડું હતું : યેગીને તો ન હતો પિતાના થનગનતા યૌવનને કેઈ ગર્વ કે ન હતું અનુપમ સૌંદર્યઝરતી કાયાનું કઈ ભાન! પ્રભુના માર્ગના એ પ્રવાસીને મન કાયા એ કેવળ માયાનું બંધન હતું–અગર જો એની આળપંપાળ અને ભગવાસનામાં સપડાયા તો. અને જે રૂપ-કુરૂપની વિતરણીને તરી જઈને સૌંદર્ય. લાલસાને પાર કરી ગયા તો એ જ કાયા આત્માના કુંદનને વિશુદ્ધ બનાવનાનું સાધન બને અને આ બાળગીને તે ખપતું હતું આત્માનું કુંદન. એ કુંદનને આશક બનીને એ કાયાના સૌંદર્યની આસક્તિને પાર કરી ગયા હત–શું સુંદર અને શું અસુંદર ! એક બાજુ સૌંદર્યને ભોગી રાજા હતો; સામે સૌંદર્યને ઉદાસી યોગી હતા. અને બેય વચ્ચે બાળપણથી મૈત્રી હતી : જોગીને ન જુએ તે રાજા ઉદાસ બની જતે; રાજાને ન મળે તો યોગીને એકાદ પણ સારું કામ કર્યાને અવસર ન મળ્યા જેવું લાગતું. અને છતાં બન્નેનાં સ્થાન સાવ જુદાં હતાં: એકનું સ્થાન રાજસિંહાસન ઉપર હતું; બીજાનું સ્થાન ધરતી ઉપર હતું, અને ધરતીની માટીમાં મળી જઈને–પિતાના અહંને ગાળી નાખીને–અંતરને ખજવાનું-સેહને પ્રગટાવવાનું–એનું જીવનવ્રત હતું; એ એનું તપ હતું. સમ્રાટ તે ક્યારેક બેચેન બનીને પિતાની રાણીને કહેતો પણ ખરોઃ “જોયા આ જોગીના રંગ! એને આ ઉંમરે આવું શું સૂઝયું? કેવી મનહર સુકુમાર કાયાને એ કેવાં કેવાં કટ આપી રહ્યો છે! આવી ઉંમર અને આવી કાયામાં આ સંયમ મને તે નામુમકિન લાગે છે. કેઈ પણ રીતે એને આ રાહથી પાછા વાળવો જ જોઈએ. તમે કંઈક એવી તરકીબ શોધી કાઢે; પણ એ માટે પૂરેપૂરી કોશિશ કરવા તૈયાર છું.” - રાણીએ એટલું જ કહ્યું: “એમ થાય તો એના જેવું. મારું દિલ પણ એને જોઈને બેચેન બની જાય છે.” રાજા રાજાની રીતે વિચારે છે; ગી યેગીની રીતે વર્તે છે. એ બેનાં મનનો મેળ મળે એ કઈ માર્ગ દેખાતું નથી, અને દિવસો એમ ને એમ વિતતા જાય છે. - ઈતિહાસ કાળને–ત્રણસે સાડા ત્રણ વર્ષ પહેલાન–જ આ પ્રસંગ છે. અને એ પ્રસંગનાં પાત્રો પણ ઇતિહાસના પાને નોંધાયેલાં છે. રાજા તે ભારતવર્ષને બાદશાહ જહાંગીર–લેકવિખ્યાત અકબર બાદશાહને ઉત્તરાધિકારી; રાણું તે બાદશાહ જહાંગીરની બેગમ નૂરજહાંન; અને બાળયોગી તે શ્રમણ ધર્મના ત્યાગમાર્ગના સાધક મુનિ સિદ્ધિચંદ્ર. ત્રણે એકબીજાથી ખૂબ પરિચિત છે; અને છતાં યોગી તે એ બનેથી દૂર ને દૂર જ ! સમ્રાટ અકબર ભારે વિચક્ષણ રાજપુરુષ હતો. ધર્મસત્તાનો આદર કર્યા વગર રાજ સત્તા સ્થિર ન થઈ શકે અને ટકી પણ ન શકે એ વાત એ બરાબર જાણતો હતો. એણે જુદા જુદા ધર્મોના ગુરુઓને આમંત્રીને એમની સાથે ધર્મચર્ચા કરવાની પ્રથા શરૂ કરી. સમ્રાટ અકબરે જૈન ધર્મના ગુરુઓને પણ ખૂબ આદર આપ્યો હતો. આચાર્ય હીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562