Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૪૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-૨ થ
કેવા સૌદય અને કેવા યૌવનની અક્ષિસ આપી છે! આ બધું કઈ આ રીતે ગુમાવી દેવાનુ' ન હેાય. જુવાની જશે, પછી એ પાછી આવવાની નથી.” બાદશાહે કહ્યું.
:
kk
મુનિને બાદશાહ અકળ લાગ્યા એ આજે કેવી કેવી વાત કરી રહ્યો હતા ! મુનિએ સમજાવ્યું: “ શહેનશાહ, એ તેા જેવી જેની પસંદગી: કોઈ ને ભાગ ગમે, કાઈ ને ચાગ ગમે. છેવટે તે બધી વાત મનની મુરાદની જ હેાય છે. સારું મન માનવીને સારી બનાવે, નઠારું મન માનવીને નારા બનાવે. અમે અમારા મનને ઘડવા આ ભેખ ધાર્યું છે. એમાં પછી નાની ઉંમર શુ' અને મેાટી ઉ"મર શું? જ્યારે જાગ્યા ત્યારથી સવાર!'
બાદશાહે પેાતાની વાત ટૂંકામાં પતાવતાં કહ્યું : “ આપની આવી બધી વાતા નકામી છે. આ રીતે જીવાનીને વેડફી નાખવી અને કાયાને કરમાવી નાખવી એને કાઈ અથ નથી. વખત વખતનું કામ કરે એમ ઉંમર ઉ ંમરનુ કામ કરે. આપણને તે ઉતાવળ ઘણી હાય, પણ એથી કઈ આંખે જલદી પાકી જતા નથી! એવું જ આ જિંદગીનું છે. ભાગની ઉમ્રમાં યાગ કેવા ? ભેાગના વખતે ભેગ શેત્રે, યાગના વખતે ચેાગ ! મારી તા એક જ વાત છે: આપના આ જેગ અને ત્યાગસયમને! આ મા મને તેા અકાળે આંખે પકવવાની મુરાદ જેવે નકામે લાગે છે. માટે એ બધી ઝ'ઝટ છેડી દ્યો અને એ ઘડીની જિંદગાનીની મજા લૂટી લ્યા. આપ આપના જોગ તજીને અમારી સાથે આવીને હમેશાંને માટે રહેા એવી અમારી મનસા છે. બેહિશ્તની પરી જેવી સ્ત્રી અને જોઈ એ તેટલી દૌલત આપવાનુ' અમે આપને વચન આપીએ છીએ. આપને કોઈ જાતની તકલીફ્ નહા' આવવા દઈ એ. જિંદગીની મેજ માણવામાં હજી મેાડુ' થયું નથી.”
યુવાન મુનિ વિચારી રહ્યા : બાદશાહ આ શુ' કહેતા હતા? બાદશાહને આજે થયું હતું ? મુનિએ હસીને કહું: “આમાં તકલીફના કેાઈ સવાલ નથી. અમારી સાધનામાં જો અમને તકલીફના અનુભવ થતા હૈાત તે આ યોગના ત્યાગ કરીને સ’સારના સુખભાગમાં પડતાં અમને કાણુ રોકવાનું હતું? પણ અમને કાંઈ તકલીફ છે જ નહીં; ઊલટુ આમાં જ અમને મેાજ છે; પછી આ યોગના ત્યાગ કરીને બંને રીતે ભ્રષ્ટ થવાની શી જરૂર ?”
બાદશાહને જે મુશ્કેલ લાગતું હતું તે આ યુવાન ચેાગીને સહજ લાગતું હતુ.
પણ લીધી વાતને પડતી મૂકવાની આવડત જહાંગીરમાં ન હતી. જાણે છેવટની આજ્ઞા આપતા હૈાય એમ એણે કહ્યું: “આપની વાત અમને સમજાતી નથી. આપે અમારી વાત માનવા તૈયાર થવું જ પડશે. ' હું આપની વાત
સિદ્ધિચંદ્ર પાતાની વાતમાં મક્કમ હતા. એમણે એટલુ' જ કહ્યું : ન માની શકાય એવી છે. આપને કેાઈ અત્યારે યાગી બનવાનું કહે તે ?”
બાદશાહ વિશેષ આઘાત અનુભવી રહ્યોઃ મારી વાતના આવે જવામ! પણ એ ગમ ખાઈ ગયા. એણે કહ્યું : “ અચ્છા, અચ્છા, આપ અમારી વાતના વિચાર કરજો. આના ફૈસલે આપણે કાલે કરીશુ.’
ચેાગી વિદાય થયા. જાણે એમનુ મન ખેલી રહ્યું હતું: આજની વાત આજે કાલની વાતના વિચાર કાલે કરીશુ. અણીના ચૂકયા સેા વર્ષ જીવે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org