Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલય અંગે થોડીક વિચારણું
લેખક : શ્રી ડો. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા
| નમો નમો નાદ્રિવાયરH | કેળવણીની પ્રધાનતાના ચાલુ જમાનામાં જ્યારે કેળવણી લેનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે વખતે કેળવણુની પ્રગતિમાં બડિગો અને વિદ્યાલયે અગત્યનો ભાગ ભજવે છે. કેળવણીને વિચાર કરતી વખતે આવી જાતનાં વિદ્યાલયે કેવી રીતે જનસમાજને ઉપયેગી થઈ પડે તેમ છે, તે વિચાર કરવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે કોમને મધ્યમ અને સાધારણ સ્થિતિને મોટે ભાગે આવી સંસ્થા મારફત જ કેળવણું લઈ શકે છે. આવાં વિદ્યાલયમાં રહીને વિદ્યાથીએ ઓછા ખર્ચે સારી રીતે રહી શકે તે માટે વિદ્યાલયની જરૂરિયાત અનિવાર્ય છે. સ્કૂલની–કૉલેજની કેળવણીમાં તો ફક્ત માનસિક તથા જરૂર પૂરતી વ્યાવહારિક કેળવણું મેળવી શકાય છે, જ્યારે આવાં વિદ્યાલયોમાં શારીરિક અને નૈતિક તેમ જ ધાર્મિક કેળવણી મળવાથી વિદ્યાથીઓની શક્તિઓનો વિશેષ વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ સાથે રહી અભ્યાસ કરે અને પિતાનું જીવન આવી સંસ્થાઓમાં પસાર કરે તેમાં અનેક જાતના લાભ સમાયેલા છે. તેઓની માનસિક કેળવવા માટે શાળાઓમાં અને કૅલેજોમાં ઘણે જ ટૂંક સમય મળતો હોવાથી પરીક્ષાપૂરતો જ અભ્યાસક્રમ ગોઠવવામાં આવે છે; જ્યારે વિદ્યાલયમાં માનસિક ઉપરાંત શારીરિક તેમ જ ધાર્મિક અભ્યાસને પ્રબંધ હોઈ આવી સંસ્થા વિશેષ ઉપયોગી નીવડે છે.
આવી જાતનાં વિદ્યાલયેનો હેત હવે જોઈએ તે ખાસ વિચારવા લાયક બાબત છે. આવી સંસ્થાઓ મારફત શિક્ષણ લેવાનો મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીના ચારિત્રના વિકાસનો હોવો જોઈએ—પછી ભલે આ મુખ્ય હેતુની સાથે બીજા નાનામોટા હેતુઓ સંકળાયેલા હોય. મતલબ કે વિદ્યાર્થી સેવા, સંયમ અને સ્વાશ્રયનું મહત્ત્વ સમજીને જીવનમાં એને અપનાવી શકે અને પિતાની જાત, કુટુંબ તથા દેશ તરફ પિતાનું કર્તવ્ય બરોબર રીતે અદા કરી શકે એવી કેળવણું એને મળવી જોઈએ અને તે ફક્ત આવી સંસ્થાઓ મારફત જ મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org