Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી ડૉ. વલ્લભદાસ નેણસીભાઈ મહેતા : વિદ્યાલય અંગે થાડીક વિચારણા
૨૩૭
અભ્યાસના ઉદ્દેશ શું છે ? વિચાર-વિનિમય કે ચર્ચા-વિચારણા આદિથી જ્ઞાનને કસવું અને પ્રગટ કરવું. માત્ર પુસ્તકો ગેાખી જવાથી કાંઈ વળતું નથી. આજની કેળવણી માણસના દિલના જે બગાડા કરે છે તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે; તે માટે આવાં વિદ્યાલયે સ્થાપવામાં આવે છે. વિદ્યાલયના એક હેતુ માણસનું' વ્યક્તિત્વ ખીલવવુ એ પણ છે. સહનિવાસ અને સહાધ્યયનનાં સંસ્મરણે। મીઠાં હેાય છે. તેમાં વિદ્યાથી એ વિચારોની આપ-લે કરે છે, આદર્શો ઘડે છે અને શું ખનવુ' તેનાં સ્વપ્ના સેવે છે. નિશાળમાં અગર કૉલેજમાં તા ફક્ત ચાર કે પાંચ કલાક સાથે રહી શકે છે, જ્યારે વિદ્યાલયેામાં ચાવીસ કલાક ભેગાં રહેવાનુ એટલે એકબીજાને સારી રીતે એળખી શકે અને સગઠન અને શિસ્ત સાધી શકે.
ઉપર સૂચવ્યું તે પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજના વિદ્યાથીએ માટે એક આશીર્વાદ સમાન સંસ્થા છે. આજથી ખાસઠ વર્ષ પૂર્વે સને ૧૯૦૬માં ગુજ રાત-કાઠિયાવાડના અમેા દસ ખાર વિદ્યાથીએ જ્યારે કૉલેજના અભ્યાસ માટે મુખઈ ગયેલા ત્યારે ત્યાં શ્વેતાંબર અગર સ્થાનકવાસી કાઈ પણ એડિંગ હસ્તી ધરાવતી ન હતી, એટલે અમે બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગયેલા. પણ સદ્ભાગ્યે દિગંબર સપ્રદાયની તારદેવ ઉપર આવેલી હીરાચંદ ગુમાનજીની જૈન બેડિંગમાં થોડી જગ્યાએ ખાલી હતી એટલે ત્યાંના સંચાલક શેઠ માણેકચંદ પાનાચંદભાઈને અમારી મુશ્કેલીની વાત કહી એટલે તેમણે ઘણી ખુશીથી બેડિંગમાં રહેવાની સંમતિ આપી. એટલે અમે જુદાં જુદાં શહેરાના વિદ્યાથીએ સાથે રહીને અભ્યાસ કરી શકયા.
એ વખતે ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરનારની સંખ્યા બહુ અલ્પ રહેતી, છતાં આપણી કોઈ એડિ``ગના અભાવ અમેને બહુ સાલતા હતા. ઉત્તરોત્તર અભ્યાસીએની સખ્યા વધતા જતાં વિદ્યાર્થી આને ઘણી અગવડતા જણાવા લાગી એટલે સંવત ૧૯૭૧——સને ૧૯૧૫ માં—જૈન કામના સદ્ભાગ્યે, પ. પૂ. પ્રાતઃસ્મરણીય દીદી આચાય વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબને એવી પ્રેરણા થઈ આવી કે જે વ્યક્તિ અને સમાજ શિક્ષણમાં અગ્રેસર હશે તે બધી લાઈનામાં અગ્રેસર થઈ શકશે. તેએશ્રીની આ પ્રેરણા શ્રીસંઘે સહર્ષ ઝીલી લીધી અને તેને પૂરતી સહાય આપી પ્રગતિશીલ ખનાવી.
આ રીતે આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં તેની સુવર્ણ જયંતી ઊજવવા ભાગ્યશાલી થયેલા છીએ. આ સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ અને સસ્કાર પામેલા સેકડા વિદ્યાથીએ ભારત અને પરદેશમાં જુદા જુદા સ્થળે ધંધા અને નાકરી સાથે ધર્મ અને સેવાના ક્ષેત્રે સારી સુવાસ ફેલાવી રહ્યા છે. ચાલુ જમાનાની આર્થિક પરિસ્થિતિના વિચાર કરતાં અસહ્ય મોંઘવારીમાં ઉચ્ચ શિક્ષણનું ખર્ચ મધ્યમવર્ગના માનવીએ કયાંથી કરી શકે તેના વિચાર કરતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઉપયેાગિતાના સાચા ખ્યાલ આવી શકે છે,
ખાસઠ વર્ષ પહેલાં ઉચ્ચ અભ્યાસમાં વાર્ષિક રૂ. ૫૦૦ થી ૬૦૦ જેટલુ ખર્ચ થતુ; જ્યારે અત્યારે રૂા. ૨૦૦૦થી પણ વધારે ખર્ચ આવે છે. એ વખતે મધ્યમવર્ગના વિદ્યાથીને લેાનરૂપે એક જ સંસ્થા શ્રી ધરમચંદ ઉડ્ડયચંદ એજ્યુકેશન કુંડમાંથી તે ક્રૂ'ડના સ’ચાલક મુરબ્બી જીવણચંદભાઈ (હાલ મુનિ શ્રી જિનભદ્રવિજયજી) જરૂરપૂરતી સહાય કરી વિદ્યાથી એને અભ્યાસ કરવાની સારી એવી અનુકૂળતા કરી આપતા. હાલ વિદ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org