Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪
શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીરબાલ': આર્ય જ બૂસ્વામી
ગૃહદ્યાનમાં ગયેલી સમુદ્રશ્રી પાછળ આવતી સાત સખીઓને નીરખી રહી. યૌવનની ઉષા ઊગતાં ખીલી રહેલાં પુષ્પોથી સખીઓના અંતસ્તલને સ્પર્શવા એ મથી રહી. જાણે એક જ માતાની પુત્રીઓ હોય તેમ સર્વે સાથે બેસી ગઈ. કોણ પહેલું બોલે એ જ સૌનાં મનને પ્રશ્ન થઈ પડ્યો. સૌથી નાનેરી જયશ્રી આછું હાસ્ય કરતી અને સૌની લાગણીને વાચા આપતી બોલી: “બહેને, શું ગડમથલમાં પડી ગઈ છે આજે? સૌનાં અંતર ખેલી નાંખે. આપણે શું વિચારવાનું છે આજે ?”
બોલ જયશ્રી ! બોલ ! આજ તે તું જ આપણાં હૈયાની વાત બેલી દે! સૌથી નારી તું! તું સૌથી પ્રિય છે અમને !”
શરમને સંકોચથી જયશ્રી નીચે જઈ ગઈ. એના ગૌર વદન ઉપર રતાશ ઊપસી આવી. તને કાંઈ શંકા છે, જ્યશ્રી?” કનકશ્રીએ મેં ઊંચું કરતાં કહ્યું.
આપણા સખ્યામાં શંકા કરવાને અપરાધ હું નહીં કરું. મને સંકોચ થાય છે કનક ! પણ વડીલે સમક્ષ તો તમારે જ પ્રતિઘોષ કરવો પડશે.”
જયશ્રી ! ત્યાં હું અંતરના બોલ સંભળાવીશ. અહીં તું આપણું અંતરનાં કપાટ ખોલી દે!” સમુદ્રા બોલી.
“આપણે શું નવું કહેવાનું છે, સમુદ્રા? વ્યાપારી પિતાઓના વ્યાપારબેલ એક હાય, એમ શ્રેષ્ઠીપુત્રીઓના ગળામાં ફૂલહાર તે માત્ર જંબૂકુમારને જ હાય! ભેગ કે યેગમાં આપણે બધી સખીઓ જ બૂકુમારની સાથે જ રહેવાની, એના પગલાંમાં જ આપણું પગલાં પડવાનાં !” જયશ્રી ભાદ્રકમાં ઉન્મત્ત બની ગઈ. એની આંખમાં તેજકણીઓ ઝગતી હતી.
સાચું બહેની ! સાચું! આપણે સખીઓ ત્યાં હાઈશું, જ્યાં જંબૂકુમાર!” જયશ્રીના હાથમાં સમુદ્રાએ પિતાને હાથ મૂકી દીધે—જાણે એણે વચનપાલનને કોલ આપે. સર્વ સખીઓ પ્રસન્નતા અનુભવી રહી. વડીલેને જે વાત પહાડ સમી ભાર–બેજવાળી લાગતી હતી, એને આ ઊગતી કુમારિકા ફૂલ જેવી હળવી માની રહી!
માતા ધારિણી જંબૂ કુમારને લઈ ધીરે પગલે ત્યાં આવી પહોંચ્યાં. જંબુકમારના નમેલા મસ્તકમાં વડીલો પ્રત્યે વિનય હતો, પગમાં સ્વસ્થતા હતી, ભાવવાહી ચહેરા ઉપર નિશ્ચળતાનાં તેજ ઝળહળતાં હતાં. જે બૂકુમારે વડીલો પાસે બેઠક લીધી, તે જ પળે સમુદ્રશ્રી, પ્રશાન્ત તેજમૂતિઓશી સાત સખીઓ સાથે આવીને, પિતાને સ્થાને ગોઠવાઈ ગઈ. થોડી વાર ત્યાં મૌન પ્રસરી રહ્યું.
જબૂમાર !” કુબેરદત્ત શ્રેણીના ગળામાંથી મુશ્કેલીથી નીકળતા અવાજને અટકાવવા હમદીવડીશ હાથ ઊંચે કરતી સમુદ્રથી ઊભી થઈ ગઈ; સાથે જ સાતે સખીઓ ઊભી થઈને અંજલિ જેડી રહી. વિહળ શ્રેણીસમુદાયમાં સ્વસ્થતાથી એપતી સમુદ્રા આદ્ર સ્વરે બોલી : “વડીલો ! અમે આઠે સખીઓના હૃદયબોલ આપ સાંભળી લો, પછી આપને જે નિર્ણય લેવો હોય તે સુખેથી લેશે.”
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org