Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 518
________________ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા રૂપ-અરૂપ ૨૦૫ દેહમાં અનેક રેગે ઘર કરવા લાગ્યા, પણ આત્માની પરિણતી વધુ ને વધુ વિશુદ્ધ બનવા લાગી. ચકવતીની કાયાની માયા અદશ્ય થઈ ગઈ અને હૃદયમાં કેવળ આત્મભાવ જ વિલસી રહ્યો. ભક્તજનો અને રાજકુટુંબના સભ્યોથી રાજર્ષિની આવી વેદના સહન ન થઈ શકી. સુપ્રસિદ્ધ ચિકિત્સકે મારફત એમણે તેમની એગ્ય સારવાર કરાવવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પણ પ્રકારનું ઔષધ લેવાની તેમણે સ્પષ્ટ ના પાડી. શરીરમાં ગમે તેવા વ્યાધિ કે રોગો ઉત્પન્ન થાય તે પણ યત્કિંચિત્ પણ ઔષધોપચારાદિનું સેવન ન કરવાને એ મહાન આત્માએ દીક્ષા ગ્રહણ કરતી વખતે જ અભિગ્રહ કર્યો હતો. અને દેહના ભેગે પણ એનું પાલન કરવાનું હતું. ગૃહસ્થાશ્રમમાં સનકુમારની અનેક રાણીઓમાં સુનંદાનું સ્થાન સૌથી મોખરે હતું. મુનિરાજની આવી વેદના જોઈ તેનું કમળ અંતર કકળી ઊઠયું. એક દિવસે મુનિરાજ પાસે આવી ઔષધોપચાર માટે વિનંતી કરતાં એણે લાગણીભીના સ્વરે, નમ્રતાપૂર્વક કહ્યું : “સંસાર પરથી આપનું મન ઊઠી ગયા બાદ એક દિવસે મેં ફલની વેણી પહેરી હતી, ત્યારે આપનો અંતરાત્મા કકળી ઊઠયો હતો અને આપે મને કહેલું કે, “શરીરના એક અંગને અન્યની દૃષ્ટિએ સુશોભિત બનાવવા બાપડાં કૂને શા માટે ત્રાસ આપે છે? આજે હું આપને, મારો અધિકાર ન હોવા છતાં, પૂછું છું કે આષધોપચાર ન કરાવવાનો આગ્રહ રાખી મને અને અન્ય સૌ સ્વજને તેમ જ પરિજનોને શા માટે ત્રાસ ઉપજાવે છો? મહારાજ, ફૂલને થતી વેદના સમજનારને માનવની વેદનાને – સ્વજનોની અંતરની વેદનાને – ખ્યાલ શું ન આવી શકે ?” | મુનિરાજે ગંભીર ભાવે કહ્યું: “વેદના તે મુક્તિધામનું મુખ્ય દ્વાર છે; એમાંથી પસાર થયા સિવાય કેઈથી પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકાતું નથી. બધા જ જીને વેદના સહન કરવી પડે છે, પણ એ સહન કરવાની રીત રીતમાં ફેર છે; અને એ ન સમજવાના કારણે જન્મ-મરણના ચકમાંથી મુક્ત બની શકાતું નથી. જે માનવી સમભાવ, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક વેદના સહન કરતાં શીખી જાય છે, તેને મુક્તિના સુખની ઝાંખી અહીં જ થઈ જાય છે. મારી સાધના વેદનામાંથી મુક્ત થઈ જવા માટેની નથી, પણ વેદના દ્વારા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા અર્થેની છે. જેને જેને સ્વસ્વરૂપે પ્રાપ્ત કરવું છે, તેણે તેણે વેદનાને સહન કરતાં શીખી જવું જ રહ્યું. અગ્નિ દ્વારા જેમ સેનાની શુદ્ધિ થાય છે, તેમ વેદના દ્વારા માણસ શુદ્ધ અને નિર્મળ બની અક્ષયપદ પ્રાપ્ત કરે છે. આત્મપ્રદેશથી કર્મોને વિખેરવા માટે ઉત્તમ માર્ગ વેદનાને સમતાપૂર્વક સહન કરવી એ છે; એટલે વેદના ભગવતી વખતે માનવના સમગ્ર ચિત્તતંત્ર અને આત્મા ઉપર આઘાતની નહીં પણું પ્રસન્નતાની લાગણી થવી જોઈએ. વેદનાને જે અર્થમાં હું સમજું છું અને ભાગવું છું, તે અર્થમાં તમે પણ સમજવા પ્રયત્ન કરશે તો મારી વેદના તમારા કલેશનું નહિ પણ વિકાસનું કારણ બનશે.” મુનિરાજની વાત સાંભળી અશ્રુભરી આંખે, અત્યંત દયદ્ર ભાવે, સુનંદાએ કહ્યું : આપના કહેવાનો અર્થ તો એમ થયો કે આત્માને રીઝવવા દેહનું દમન કરવું અને દેહને રિબાવે. પરંતુ શું દેહ પણ આત્માને માટે રહેવાના મંદિર રૂપ નથી ? શરીર જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562