Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫ મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુજી) આપણું સંસ્કારધન
૨૧૫ કાંઈક આપવાનું છે. અને આપ્યા વિના ચાલ્યા જઈએ તો આપણે કુદરતના ચોર કહેવાઈએ! હું ચાર ન બની જાઉં એટલા માટે આ માટે પ્રયત્ન છે.” પેલા બે યુવાને આ સાંભળીને નમી પડ્યાઃ “દાદા, તમને સમજવામાં અમારી ભૂલ થઈ છે!”
માણસ માણસને સમજવામાં ભૂલે છે, ત્યાં જ જીવનયાત્રાની નિષ્ફળતા છે. માણસ સામાને સમજી શકતો હોય તો એની યાત્રા કેવી સફળ થઈ જાય !
યૌવનનું કાર્ય સુખે પગ છે, પણ એની વિશેષતા એ માટે કરવા પડતા પુરુષાર્થમાં રહેલી છે. અને પુરુષાર્થ એ જ યૌવનની શોભા છે. ઘણી વાતો કરનારને હું મહત્વ નથી આપતો, એને માત્ર વાતને રાજા ગણું છું. તમારા હાથથી દયાનું, કરુણાનું, સેવાનું કાંઈકે પણ કામ થવું જોઈએ.
ગયા વર્ષની વાત છે. બિહારમાં દુષ્કાળ પડ્યો ત્યારે મેં ૪–૫ લાખ ભેગા કર્યા. એ વખતે જે આધ્યાત્મિક કહેવાય છે એવા એક ભાઈ મારી પાસે આવ્યા; મને કહે : “મહારાજજી! આત્મકલ્યાણ મૂકીને આ શું ઉપાડ્યું છે? આત્માની વાત કરે. બિહારના લેક તે જન્મે છે; અને મરે છે, એ તો સ્વભાવ છે. જમ્મુ તે કણ નથી મયું? એમાં તમે પાંચ લાખ માણસોને અનાજ પહોંચાડયું તોય શું અને ન પહોંચાડયું તોય શું? આ મૂકીને એક આત્મજ્ઞાનની શિબિર યે ને!” જે આપણામાં જાગૃતિ ન હોય તે ઘડીભર આવી વ્યક્તિના વિચારના આચ્છાદનની નીચે આપણી પ્રજ્ઞાને દીપક ઢંકાઈ જાય. પણ મેં કહ્યું : “આત્માની વાત કરનાર માણસ જે આત્માઓને દુઃખી જોઈને દવે નહિ, એને હાથ લંબાય નહિ, તે એને આત્માને અનુભવ થયો છે એમ માનવું એ પણ અજ્ઞાન છે.”
જે જે મહાપુરુષોએ આત્મ-અનુભૂતિ કરી છે તેમના જીવનમાંથી સેવાનાં પ્રત્યક્ષ દષ્ટાંત જયાં છે. પંઢરપુરના દેવના અભિષેક માટે નામદેવ કાવડમાં ગંગાજળ લઈ જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ગધેડાને તૃષાથી તરફડતું જોયું તો એમણે એને એ પહેલાં પાયું. કેઈએ પૂછ્યું “અરે, ગંગાજળ આ ગધેડાને પાચું?ઉત્તર મળ્યો: “ગધેડામાં પણ આત્મા છે, ભાઈ!”
આ આત્મદર્શન છે. આ આત્મદર્શનથી તમારામાં સર્જનાત્મક સેવાની એક સહજ ભાવના જાગી જાય છે. સુખોપભેગની વૃત્તિથી ભરેલી યુવાનીમાં આ રીતે પુરુષાર્થ આકાર લે છે અને આપણી શક્તિઓને એ સમૃદ્ધ બનાવે છે.
ના નિવૃત્તાનાં શૈશવ અને યુવાનીમાં જે તૈયાર થઈને આવે છે એ હવે વાર્ધક્યમાં પ્રવેશ કરે છે. જ્યારથી ધેળા વાળને પ્રારંભ થાય, જ્યારથી તમને એમ લાગે કે તમારા આગોપાંગમાં કાંઈક ફેર જણાય છે, દાંત હાલવા માંડે, આંખમાં મેતિ આવે કે શરીર ઉપર કરચલીઓ દેખાય, તે વિચાર કરો કે જીવનનું આ ત્રીજું પ્રસ્થાન છે. હવે હું ત્યાં જાઉં છું; શૈશવ અને યૌવનમાં જે ભેગું કરેલું છે એને ઉપગ હવે વાક્યમાં કરવાનું છે. શૈશવમાં વિદ્યા પ્રાપ્ત કરી, યુવાનીમાં પુરુષાર્થ અને કાયશક્તિ દ્વારા સ્વપ્નસૃષ્ટિ સિદ્ધ કરી, હવે વાર્ધક્યમાં મુનિ પણું આવે છે.
મુનિ એટલે કેણુ? જે મૌનમાં આત્માના સંગીતનો અનુભવ કરે. સંસારના વિષમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org