Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કુલટા બની ગઈ છે. અને એનું જ નામ મિથ્યાદર્શન અથવા ભયંકર અજ્ઞાનભાવ છે. એ પરિસ્થિતિના કારણે જ આ જીવાત્માનું અનંત કાળથી સંસારપરિભ્રમણ અને દુઃખદર્દભર્યું અશાંત વાતાવરણ ચાલુ છે.
જ્ઞાનચેતના–અજ્ઞાનચેતના–બુદ્ધિ, ચેતના અથવા જ્ઞાન અલ્પ હોય કે અધિક હાય તે ગૌણ બાબત છે; અને અલ્પ કે અધિક પ્રમાણમાં વિદ્યમાન જ્ઞાન પિતાના આત્મમંદિરમાં અજવાળાં પ્રગટાવે એ મુખ્ય બાબત છે. બાહ્ય ભાવોમાં જ્ઞાનચેતના ગમે તેટલાં અજવાળાં પ્રગટાવે પણ પોતાની જ્ઞાનચેતના પોતાના આત્મમંદિરમાં અજવાળાં ન પ્રગટાવે તો એ જ્ઞાન કિંવા ચેતના ગમે તેટલા વધુ પ્રમાણમાં હોય તો પણ તેની કશી કિંમત નથી. તવદષ્ટિએ જોઈએ તે, એ જ્ઞાનચેતના નહીં પણ અજ્ઞાનચેતના છે. જેને દર્શનમાં અભવ્ય આત્માઓના નવ પૂર્વ સુધી વિકાસ પામેલા જ્ઞાનને પણ જ્ઞાન તરીકે ન ગણતાં, આ કારણે જ, અજ્ઞાન ગણવામાં આવેલ છે. જ્યારે માપતુષ મુનિવરના અષ્ટ. પ્રવચનમાતા જેટલા અ૯૫ જ્ઞાનને પણ, તે પિતાના આત્મ-મંદિરમાં અજવાળાં પ્રગટાવનાર હોવાથી, સમ્યજ્ઞાન ગણવામાં આવેલ છે. - જ્ઞાનચેતનાનું પોતાના આત્મદેવ સાથે મિલન–જ્ઞાન, કિંવા ચેતનાનું એકાદ પણ નિર્મળ કિરણ એ દિવ્ય જ્યોતિ છે. હજારે કે લાખો સૂર્ય-ચંદ્રનાં અજવાળાં જે પ્રકાશ આપવા અસમર્થ છે તે પ્રકાશ આપવાની અદ્દભુત શક્તિ એ દિવ્ય તિમાં રહેલી છે. પણ એ બને ક્યારે કે જ્યારે ભૌતિક વિજ્ઞાનની સાથે જ સંપૂર્ણતયા જોડાયેલ જ્ઞાનચેતનાનું પિતાના અલખનિરંજન અનંતના સ્વામી આત્મદેવ સાથે જોડાણ થાય. ગિરાજ શ્રી આનંદઘનજી મહારાજના શબ્દોમાં વિચારીએ તે–
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત” —એ ભાવ આવે ત્યારે. જ્ઞાન–ચેતનાનું પિતાના આત્મદેવ સાથે મિલન એનું જ નામ સમ્યગદર્શન છે; અધ્યાત્મના સુધાસાગરનું એ જ અમૃતબિંદુ છે. અને મુક્તિના પવિત્ર રાજમાર્ગનું એ જ મંગલ પ્રસ્થાન છે.
યુગવીર આચાર્યદેવ–શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના સદુપદેશક માનનીય યુગવીર આચાર્યદેવ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ વર્તમાન યુગના એક અધ્યાત્મયોગી મહાપુરુષ હતા. શ્રમણ ભગવાન મહાવીરને અધ્યાત્મવાદને પવિત્ર સંદેશ સારાય ભારતના ગામડે ગામડે અને શહેરે શહેરે પાદવિહાર કરીને પહોંચાડનારા એ સમર્થ સંદેશવાહક હતા. ભૌતિક વાદને જ મુખ્યપણે પિષણ આપનાર પશ્ચિમની કેળવણીને પ્રવાહ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે, તેમ જ વર્તમાન યુગની નવી પ્રજાને અનુકૂલપ્રતિકૂલ સંજોગોમાં પણ એ શિક્ષણ આપ્યા સિવાય ચાલવાનું નથી એ બાબતને એમના હૈયામાં બરાબર ખ્યાલ આવ્યો હતો. આજની નવી પ્રજા એ પશ્ચિમની કેળવણી પાછળ ભારતની અધ્યાત્મવાદની પતિતપાવન સંસ્કૃતિનું રખેને વિસ્મરણ ન કરી જાય, એ અંગે એ મહાત્માનાં હૃદય-મંદિરમાં સતત ચિંતા રહેતી હતી. અને એ સંજોગોમાં પશ્ચિમની કેળવણી સાથે અધ્યાત્મભાવની સંસ્કૃતિ નવી પ્રજાના જીવનમાં હરહંમેશ જીવંત બની રહે, આ શુભ ભાવનાથી એ યુગવીર આચાર્ય દેવે અધ્યાત્મભાવના સર્વોચ્ચ શિખરે આરૂઢ થયેલા તેમ જ અધ્યાત્મભાવના સંરક્ષણ અને સંવર્ધન માટે ધર્મતીર્થના પ્રવર્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org