Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ કેમ મરી ગયે એ તમે મને કહે એટલે હું તમને કહું કે એ કેમ જીવી ગયો.” જીવનનું સરવૈયું એ તે મૃત્યુ છે. માણસ કેટલી કૂદાકૂદ કરે છે એ મોટી વાત નથી, એની છેલ્લી ઘડી કેવી સુધરી જાય છે એ મોટી વાત છે.
આ રોગની આનંદમય ભૂમિકા સહુને મળે અને મૃત્યુ માટે વિદાય લેતાં કહેઃ “હું જાઉં છું. આપણે જીત્રા, સાથે રહ્યા, હવે રડશે નહિ, આંસુ પાડશે નહિ, કાળાં કપડાં પહેરશે નહિ, કારણ કે હું તો મુસાફિર છું, નિમ્ન ભૂમિકામાંથી ઊર્ધ્વમાં જાઊં છું.”
ગની આવી ભૂમિકામાં વિદાય લેવી, છૂટા પડવું અને સંસારને એક મંગલમય સંદેશ આપીને જવું એ સમગ્ર જીવનને હેતુ છે, ઉદ્દેશ છે.
આર્યાવર્તનું ધન એટલું બધું સમૃદ્ધ છે કે એને આપણે વિચાર કરીએ તો આપણું મસ્તિષ્ક આદર અને ભાવથી નમી જાય છે. આપણો વારસો કેવો મટે છે! એ વારસાન આવી કઈ પળેમાં શાંતિથી બેસીને વિચાર કરીએ કે એ વારસાના વારસદારોએ –આપણેએ વારસાને કેટલે જાળવ્યું છે?
આપણું ધન-સંસ્કારધન–આપણને મળશે તે આપણે સમૃદ્ધ બનીશું. જીવનની સાચી સમૃદ્ધિ આ જ છે.
પ્રારંભમાં જ મેં આપને કહ્યું કે જીવનને પૈસાથી કે મકાનથી નથી માપવાનું, જીવનને તે હૃદયના ભાવોથી એ કેટલું સમૃદ્ધ બન્યું એ પ્રશ્નથી માપવાનું છે; મન અને મસ્તિષ્ક વિચારોથી કેટલાં સભર છે અને બુદ્ધિ પવિત્ર વિચારોથી કેટલી શુદ્ધ છે એ વિચારીએ. આ વિચારણા માટે આજને આ મંગળમય દિવસ આપણા સહુને માટે એક યાદગાર દિવસ બની રહે, એ શુભેચ્છા.* 1 * શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં તારીખ ૨૩-૧-૧૯૬૮, મંગળવારના રોજ બિરલા કીડા કેન્દ્રમાં આપેલ પ્રવચનનો સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org