Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રાજયવાત્સલ્ય
લેખક–શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ
શ્રેષ્ઠી પિથડકુમાર: માંડવગઢના મહામંત્રી. એમણે જેમ માંડવગઢના રાજા જયસિંહદેવના રાજ્યનું મહામંત્રીપદ શોભાવ્યું એમ ધર્મનું મહામંત્રીપદ પણ કરી જાણ્યું હતું. એમના વખતમાં માંડવગઢનું આખું રાજ્ય સુરક્ષિત થયું, રાજ્યની સંપત્તિ અને સુખાકારીમાં વધારો થયે, અને આખા દેશની પ્રજા સુખી અને સમૃદ્ધિશાળી બની. બહારનાં આકમણોને એમણે એ જવાબ આપ્યો કે પછી તે કઈ માંડવગઢ રાજ્ય સામે આંગળી ચીંધવાની પણ હિંમત ન કરી શકે.
મહામંત્રી જેમ રાજ્યસંચાલનમાં કુશળ હતા તેમ વેપારમાં પણ એવા જ કુશળ હતા. સંપત્તિની તો એમને આંગણે છેળે ઊછળતી હતી. અને પેથડકુમારે તે પહેલેથી જ પરિગ્રહનું પરિમાણ કરેલું, એટલે તેઓ પિતાની સંપત્તિનો ધર્મનાં અને લોકસેવાનાં કાર્યમાં ખોબે ખોબે ઉપયોગ કરતા. એમની સંપત્તિમાંથી તે કંઈક મનહર દેવમંદિરે, ધર્મસ્થાનો, આશ્રયસ્થાન અને સેવાલ ઊભાં થયાં હતાં. એ બધાં સ્થાને પિથડશાની કીર્તિગાથા સંભળાવતાં હતાં. લેકને થતું, પેથડશાએ કેટલી સંપત્તિની કમાણી કરી છે અને કેટલી સંપત્તિનું પિતાના હાથે દાન કર્યું છે ! લેકમાં તો કહેવાતું કે પેથડશાને ચિત્રાવલી મળી છે અને ફળી છે.
પેથડશાના માર્ગદર્શક હતા એક ધર્મગુરુઃ આચાર્ય ધર્મઘોષસૂરિ એમનું નામ. ભારે પ્રભાવશાળી અને જ્ઞાની પુરુષ. આવા મોટા રાજ્યને આ મોટો મંત્રી એક નાના આજ્ઞાંકિત શિષ્યની જેમ એમને પડ્યો બોલ ઝીલી લેતો પોતાના ગુરૂની કલ્યાણબુદ્ધિમાં એમને આટલી બધી આસ્થા હતી.
આમ રાજ્યસેવા, લેકસેવા અને ધર્મસેવાને લીધે મહામંત્રી પેથડકુમાર રાજ્યમાં અને પ્રજામાં સમાન રીતે પ્રિય બની ગયા હતા. રાજા અને પ્રજ બનેમાં એમની ખૂબ પ્રતિષ્ઠા હતી અને સૌ એમની વાતને હોંશેહોંશે સ્વીકારી લેતા, અને પેથડકુમારને જયજયકાર બેલાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org