Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ વાદમાં વિદ્યા અને પુરુષાર્થની બે શક્તિઓને લીધે પિતે ચિત્તની સમાધાનાત્મક અવસ્થામાં રહી શકે એનું નામ તે મુનિ છે. અંદર જે ઝીણું ઝીણું ગુંજન ચાલે છે એ ગુંજનને અનુભવ મૌન પાળ્યા વિના, ઊંડા ઊતર્યા વિના થતો નથી.
એક અનુભવ બાપે પિતાના આળસુ દીકરાઓને કહેલું કે હું જાઉં છું, પણ મેં ખેતરના ઊંડા ભાગમાં એક ચરુ દાટેલો છે એ કાઢી લેજે. એટલું કહીને બાપ મરી ગયે. પિલા દીકરાઓ તો મંડી પડ્યા ખેતરને ખોદવા. આળસુ હતા પણ ચરુ જોઈતો હતો એટલે ખોદી ખોદીને આખું ખેતર ઉથલાવી નાખ્યું, પણ ક્યાંયે ચરુ ન મળે. એટલામાં વર્ષા થઈ ખેતરમાં ઘાસ સાથે બીજી વસ્તુઓ ઊગી નીકળી અને ખેતર મેલથી લચી ગયું.
ત્યારે પિલા વૃદ્ધના મિત્રે આવીને કહ્યું : “તમારા બાપે કહ્યું હતું કે ખેતરના ઊંડા ભાગમાં દાટેલું છે, એને અર્થ એ કે જેમ જેમ છે તેમ તેમ ખેતર પિચું થાય. એમાં જે ઊગે એ જ તમારી સમૃદ્ધિ છે.”
પિતાએ દીકરાને જે કહ્યું હતું એ જ વાત હું તમને કહું છું. તમે તમારી જાતની અંદર જાઓ, ઊંડા ઊતરે. જેમ જેમ તમે તમારા પિતામાં ઊંડા ઊતરતા જશે તેમ તેમ તમને નવી જ અનુભૂતિ થતી જશે; આગળ વધતાં એક એવી અનુભૂતિની અવસ્થાને પામશે, જે ભૂમિકામાં અનુભવાય કે જે તત્ત્વ મહાવીરમાં હતું, બુદ્ધમાં હતું, શ્રીરામમાં હતું અને આદિનાથમાં હતું એ જ પરમ તત્વ મારામાં છે. આ પરમ તત્વની સમૃદ્ધિનો અનુભવ થયા પછી હું કંગાલ છું એમ લાગે જ નહિ. એમ લાગે કે હું મહાવીર છું, હું બુદ્ધ છું, હું રામ છું, હું આદિનાથ છું. પણ એમ કહેવા પહેલાં અને એમ કરતાં પહેલાં અનુભવ થ જોઈએ. અને અનુભવ થયા પછી કહેવાનું રહેતું નથી; પછી તે અનુભવવાનું જ રહે છે.
ઘણા લોકો કહેતા ફરતા હોય છે. “હું આ છું.” પણ જ્યાં કહેવા બેસીએ ત્યાં અનુભવવાની વાત ચાલી જાય છે. અનુભવ મૌને છે. ત્યાં બેલવાનું બંધ થઈ જાય છે. ભ્રમર મધુરસનું પાન કરતો હોય છે ત્યારે ગુજન બંધ જ થઈ જાય છે; ગુંજન ચાલતું હોય છે ત્યારે એનું મધુપાન બંધ હોય છે. એવી જ રીતે અનુભવ થાય છે ત્યારે બીજી બધી વાતો બંધ થઈ જાય છે, ત્યાં માત્ર અનુભવની વાત હોય છે.
આ અનુભવરસનું જેણે પાન કર્યું તેની ખુમારી કદી ઊતરતી નથી, એને સંસારની માનસિક બિમારી સ્પર્શતી નથી. એ સદા અનુભવમાં મસ્ત અને મગ્ન રહે છે. આ અનુ. ભવ કરતાં પહેલાં પહેલી બે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે. વિદ્યાથી પહેલામાં, પછી બીજામાં, પછી ત્રીજામાં એમ એક પછી એક ધોરણમાં આગળ વધતો જાય છે, એમ ન કરનાર માણસ ઉપરની કક્ષામાં, યુનિવર્સિટીમાં, વિદ્યાપીઠમાં પહોંચી શક્તો નથી; એકદમ યુનિવર્સિટીમાં જાય છે એ peon-સિપાઈ તરીકે જાય અથવા કલાર્ક તરીકે જાય, પણ એ પ્રેફેસર તરીકે નથી જઈ શકતો. એ જ રીતે તમારે પણ જીવનની આ ત્રીજી ભૂમિકામાં જતાં પહેલાં શશવની અને યૌવનની ભૂમિકાઓને ધીમે ધીમે સરસ બનાવવી જોઈએ. માણસ સુધરતે સુધરત જ ઉપર જાય છે—જેકે એમાં પણ અપવાદ હોય છે. બેમાં સાવધાન ન રહ્યા હોય તેમ છતાં ત્રીજી અવસ્થામાં સુધરી ગયા હોય એવા દાખલાઓ મળે છે ખરા, પણ એ અપવાદને નિયમ સમજીને ન ચાલી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org