Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 527
________________ ૨૧૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ થાય છે. આવી વિદ્યા વિના, કહે, સમાજ ઊંચે કેમ આવે? સમાજ સુખી અને સમૃદ્ધ પણ કેમ થાય ? સમાજના દર્શન વિના એકલી આત્માની અને પરલોકની જ વાત કરીશું અને વ્યવહારમાં પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવની વિચારણું નહિ આવે તો, મને લાગે છે કે, આપણે હવામાં ઊડ્યા કરીશું, જમીન ઉપર પગ પણ નહિ મૂકી શકીએ. જે માણસ જમીન ઉપર પગ મૂકી શકતો નથી એ કદાચ હવામાં ઊડી શકતો હશે, પરંતુ સ્થિર નહિ હોય. હવામાં ઊડવાની પણ એક મર્યાદા છે. આખરે માણસને ધરતી ઉપર ચાલવાનું છે. અધ્યાત્મની -ધર્મની જાગૃતિ એ જે વ્યવહારશુદ્ધિથી શરૂ ન થાય, બીજા જીવમાં રહેલા આત્માનું દર્શન કરીને એના પ્રત્યે સમભાવાત્મક બુદ્ધિથી જાગૃત ન થાય, તે જે ધ્યેય તરફ પહચવાનું છે, ત્યાં એ કદી પહોંચી નહિ શકે; માત્ર આપણા શબ્દોમાં મોક્ષ, વિચારમાં નિર્વાણ અને કલ્પનામાં મુક્તિ રહી જશે; એની પ્રાપ્તિ તે આવા સમાજદર્શનથી જ થશે. જેનાથી શાશ્વત અને અશાવતનાં મૂલ્યને વિવેક અને સર્વ ભૂતોમાં પિતાના જેવા જ ચિતન્યનું દર્શન આ સમાનુભૂતિ થાય, સમસંવેદન થાય એ જ સાચી વિદ્યા. આવો વિદ્યાવાન પુરુષ જ્યારે કંઈ વિચારે ત્યારે એના વિચારોની અંદર પણ એક મૃદુ અને નિર્મળ તત્વ હોય; એના ઉચ્ચારમાં કોમળતા અને સંવેદના હોય; એના આચરણમાં સૌનાં સુખ અને શાંતિને પરિમલ હાય. એવી વ્યક્તિનું દર્શન આત્મસ્પર્શી હેવાથી સમાજને માટે એ એક આશીર્વાદ રૂપ બની જાય છે. “વૌવને વિનિry”—જેના શૈશવનું પાત્ર વિદ્યાના અમૃતથી છલકાઈ રહ્યું છે એ શૈશવમાંથી નીકળીને તમે યૌવનમાં આવો છો. તમારી પાસે શક્તિઓ છે, બુદ્ધિ છે, થનગનાટ છે અને કાંઈક કરી છૂટવાની મનમાં સ્વમસૃષ્ટિ પણ છે. યૌવનમાં જે સ્વમ અને સર્જનાત્મક શક્તિના વિચારે ન હોય તો એ શક્તિ એને જ ખલાસ કરી નાખે છે. મારે આ સંસારના બગીચામાં એક સુંદર રો રોપીને જવું છે, બને તો સંસારને બગીચો સમૃદ્ધ બને એવું સુંદર કાર્ય કર્યું, પણ એકે રોપાને ઊખેડીને સંસારના બગીચાને દરિદ્ર બનાવવાનું નિમિત્ત તો ન જ બનું” એક રાજમાર્ગની બાજુમાં એક ૮૧ વર્ષને વૃદ્ધ ખાડો ખેતીને નાનકડો છોડ રોપી રહ્યો છે. એટલામાં બે જુવાનિયાઓ એની ઠેકડી કરતાં પૂછવા લાગ્યાઃ “દાદા, શું કરો છે?” “આંબાનું ઝાડ વાવું છું.” “હે! આ ઉંમરે આંબાનું ઝાડ વાવે છે? ૮૧ વર્ષે આ વાવો છે તો આ આંબે ઊગશે ક્યારે? એને કેરીઓ આવશે કયારે? અને દાદા, તમે એ ખાશો ક્યારે? ઘડપણમાં તૃષ્ણ અને મેહ જાગ્યાં લાગે છે!” વૃદ્ધે નમ્રતાથી કહ્યું : “તારી વાત સાચી છે ભાઈ, તૃષ્ણ તો કોનામાં ન હોય? હું એમ કહેતો નથી કે મારામાં તૃણું નથી. ન હોવાને દાવો કરે એ વસ્તુના અસ્તિત્વને સિદ્ધ કરવા બરાબર છે. આ જે આબો હું વાવું છું એ મારે માટે નથી વાવતે; આ રસ્તાની બન્ને બાજુ જે ઝાડ ઊગેલાં છે એની છાયાને, એનાં ફળને મેં ઘણું વર્ષો સુધી લાભ ઉઠાવ્ય છે. તે હવે હું જાઉં છું તે પહેલાં આવતી કાલની પેઢીને કાંઈક આપતા જવું જોઈએ ને? એટલે હું આ આંબે વાતો જાઉં છું. ગઈકાલ પાસેથી લીધું છે તે આવતીકાલને આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562