Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 525
________________ ૨૧૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ વિદ્યાર્થીઓ કે જેમનું મન નિર્મળ છે, એમના જીવનમાં તમે બગીચે સર્જવાને બદલે વેરાન કેમ કરે છે? Blotting paperનું (શાહીચૂસનું) કામ તો સામે જે હોય તે ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે લાલ હોય. એવું જ કામ વિદ્યાથી ઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું receptive છે, જે આપે તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માગે વાપરે છે એ, એક રીતે કહું તે, ભારતીય સંસ્કૃતિનું ખૂન કરે છે; એ મોટામાં મોટો ગુને કરે છે. સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથે આપવા પ્રયત્ન કરવાને છે. આપણું વિચારેથી, આપણી વાણીથી, આપણું વર્તનથી એમના માનસ પર કઈ અસંસ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે. વિદ્યાની ઉપાસના કરે કરતે વિદ્યાર્થી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાથી ભણીને આવ્યે એની પ્રતીતિ શું છે? એનું જીવનદર્શન શું છે? તેના માપદંડનાં આ બે પાસાં છે. એક તો જીવનની શાવત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યને વિવેક; અને બીજું, પિતાનામાં જે આત્મા છે એવા જ આત્માનું દર્શન વિશ્વના પ્રાણીમાત્રમાં કરી, પિતાની પરત્વે જે જાતનું આચરણ જાહેરમાં અને એકાંતમાં આચરતે હેાય એવું જ આચરણ જાહેરમાં અને એકાંતમાં સર્વ આત્મા પ્રત્યે આચરવાની અભિરુચિ. વિદ્યાનું આ દર્શન છે. જેની પાસે વિદ્યા આવે એની પાસે આ બે વસ્તુની અપેક્ષા રાખીએ. એ શાશ્વત અને અશાશ્વતને વિવેક કરીને એ બેને જુદા પાડે. એ જુએ કે એક દેહ છે, બીજો આત્મા છે; એક મૂકી જવાનું છે, બીજુ લઈ જવાનું છે. આ બેનો વિવેક થતાં શાશ્વતને ભેગે અશાશ્વતને ન સાચવે એટલું જ નહીં, પણ જરૂર પડે તે એ અશાશ્વતને ભેગે શાશ્વતને ટકાવી રાખે. જેનામાં આવી પ્રજ્ઞા જાગે છે, આ વિવેક જાગે છે એની પાસે વિદ્યા છે. આ બેનું વિશ્લેષણ કરતાં આવડી જાય પછી એને કહેવું પડતું નથી કે તે આત્મા માટે સ્વાધ્યાય કર, પરલોક માટે પ્રયત્ન કર; કારણ કે એ જાણતો હોય છે કે આ મારો આત્મા શાશ્વત છે, એના ભેગે હું દુનિયાની કોઈ પણ અશાશ્વત વસ્તુને સંચય નહિ કરું, શાશ્વતના તત્ત્વને હું ક્યારેય હાનિ નહિ પહોંચાડું. આજે વિદ્યાવાન તો ઘણું છે, પણ આવી જાગૃત વિચારણાવાળા કેટલા ? વિદ્યાથી આ દષ્ટિ ન આવે તે માનવું કે એ માત્ર પુસ્તકિયું જ્ઞાન છે; બીજી રીતે કહું તો માત્ર શબ્દને સંગ્રહ છે. એ પુસ્તકાલય બની શકે પણ પ્રાણ પુરુષ નથી બની શકત. તેવી જ રીતે માણસ માત્ર પુસ્તકો જ રટી જાય, ભણી જાય, યાદ રાખી જાય પણ જરૂર પડે ત્યારે આચરી ન શકે તો એને એક સુંદર પુસ્તકાલય કહી શકાય, પ્રાણ પુરુષ નહિ. એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words and not of deeds is like a garden full of weeds–જે માત્ર શબ્દને સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન હોય એને એક એવા બગીચા સાથે સરખાવ્યો છે, જેમાં પુષ્પ અને ફળે કાંઈ નથી, માત્ર કાંટા અને ઝાંખરાં જ ઊભાં છે. ભણતરથી માત્ર સ્મરણશક્તિ વધે, શબ્દશક્તિ વધે, વાકચાતુર્ય વધે અને આચરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562