Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ અને કંગાલ ન બની જાય એ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવના શુભ પ્રસંગે આ સ્વાધ્યાયમાં એનું સ્મરણ તાજું કરાવવા માગું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય” આખર તે એક વિદ્યા પ્રદાન કરનારી સંસ્થા છે. એ કંઈ લોજિંગ અને બેડિંગ માટેનું સ્થાન નથી કે વિદ્યાથીઓને ખવડાવ્યું, રાખ્યા અને રવાના કર્યો એટલે કામ પત્યું.
આ સંસ્થા સાથે ભગવાન મહાવીરનું પવિત્ર નામ જોડાયું છે. અઢી હજાર વર્ષ પહેલાંની આપણી ભવ્યતાનું સ્મરણ એક આ નાનકડું નામ કરાવે છે. અઢી હજાર વર્ષ પહેલાને એ જમાનો એ હતું, જેમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર વિચારતા હતા, જેમાં અહિંસા અને પ્રેમને પ્રસાર હિતે; જેમાં અધ્યાત્મના પ્રકાશ માટે રાજાએ રાજ્ય છોડીને, મંત્રી મંત્રીપદ છેડીને, શ્રેષ્ઠીઓ હવેલીઓ છેડીને સંતના ચરણમાં જઈ બેસતા. એમને લાગતું હતું કે આ જ અમારું સાચું ધન છે. વિચાર કરવાને છે કે એ ધન શું હતું, જે ધનને મેળવવા માટે પૈસાદારે પણ માનતા હતા કે આ ધન મળે તે જ અમે સાચા ધનપતિ બની શકીએ.
મને એક પ્રસંગ યાદ આવે છે ? અઢી હજાર વર્ષ પહેલાને આ પ્રસંગ છે : એક વાર ભગવાન બુદ્ધ રાજગૃહી નગરીમાં આવ્યા છે. એમને વંદન કરવા, એમના જ્ઞાનનું સુધાપાન કરવા કેટલાંયે નરનારીઓ ઉત્સાહભેર જઈ રહ્યાં છે. એ વખતે ગામને નગરશેઠ પણ જઈ રહ્યો છે. એણે વિચાર કર્યો : “હું ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું, એમના ચરણે હું શું ધરીશ? એમની પાસેથી તો હું કંઈક પણ લઈને આવીશ, પણ હું એમને આપીશ શું? આપ્યા વિના કાંઈ મેળવી શકાતું નથી, ખાલી કર્યા વિના કાંઈ ભરી શકાતું નથી.” અંદર જે ભરેલું હોય તો નવું તમે કેમ ભરી શકો? અંદર ભરેલું હોય એને કાઢી નાખે તો જ તમે નવું ઉમેરી શકો છો. . શિશિર ઋતુ હોવાથી બધાં કમળ બળી ગયાં છે, સુકાઈ ગયાં છે; જળાશયમાં માત્ર એક જ ખીલેલ કમળ બાકી રહી ગયું છે. સુદાસ માળી એ કમળને વેચવા નીકળે છે. નગરશેઠ એ ખરીદવાની વાત કરે છે કેટલા પૈસા?” સુદાસ એક સોનામહોર માગે છે. એટલામાં ત્યાં રાજપુત્ર આવી પહોંચે છે. એ કહેઃ “આ કમળ માટે હું તને પાંચ સોનામહોર આપું.” બન્ને વચ્ચે હરીફાઈ ચાલે છે. કમળને ખરીદવાની હરીફાઈમાં બને જણ વધુ ને વધુ સોનામહોરો આપવાનું કહેતા જાય છે.
સુદાસ એમને આશ્ચર્યથી પૂછે છે: “આપ આ કમળનું શું કરવા માગે છે?” બને કહે છે: “ભગવાન બુદ્ધના ચરણોમાં આ કમળ અમારે ધરવું છે.” સુદાસને વિચાર આવ્યો: “જેના ચરણોમાં કમળ ધરવા માટે આ નગરશેઠ અને રાજપુત્ર હરીફાઈ કરે છે એ ચરણે કેટલાં પાવન હાવાં જોઈએ ! તો આ કમળ એમને વેચું એના કરતાં હું જ જઈને એ ચરણેમાં આને સમર્પિત શાને ન કરું?” અને એ દોડી આવ્યા, આવીને બુદ્ધના ચરણોમાં કમળ ધરી ઢળી પડ્યો.
ભગવાન બુદ્ધે કહ્યું: “વત્સ! તારે શું જોઈએ છે?” સુદાસે નમ્રભાવે કહ્યું: “માત્ર આપની કૃપાભરી નજરનું એક કિરણ મળે અને મારા અંતરનું તિમિર ટળી જાય!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org