Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮
શ્રી મહાવીર જૈન વદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
જે ક્રિયા પાછળ કાઈ દષ્ટિ જ ન હેાય તેને અનનુષ્ઠાન અથવા જાણે કે ક્રિયા ન કરી હાય તેવું જ ફળ આપનારી એ ક્રિયા ગણાય છે. જે ક્રિયાના પાર’પરિક હેતુ ચિત્તનો સમતાભાવ સાધવાનો હેય તેને તદ્ભુતુ અનુષ્ઠાન કહેવાય છે. જે ક્રિયા આ ક્ષણે જ સમતાભાવને કારણે પ્રગટ થતી હાય અને તે જ ભાવને વધારતી હોય તેને અમૃતાનુષ્ઠાન અથવા અમૃતરૂપ કરણી કહે છે. આ પ્રવૃત્તિના પ્રકારેા પરથી એટલું તેા તરત જ તરી આવે છે કે આશયની અથવા શ્રદ્ધાની વિશુદ્ધિ એ ચેાગસાધનાનુ` પહેલું અને મહત્ત્વનું પગથિયુ છે.
જૈનદર્શન પ્રમાણે યોગસાધના એટલે ત્રણ રત્નોની સાધના. આ ત્રણ રત્નો છે સમ્યગ્દન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર. નવ તત્ત્વાનું સક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન તે સમ્યગ્નાન. એ જ્ઞાન પર ઊંડી અભિરુચિ એટલે સમ્યગ્દન. સમ્યગ્દન-જ્ઞાન પ્રમાણે જ પ્રવૃત્તિ એટલે સમ્યચારિત્ર. આ ત્રણ રત્ના સાધવાથી બધુંય સહેજે સધાઈ જાય છે. અને આ ત્રણ રત્નોની વિરાધના કરતાં કશુયે સધાતું નથી.
આ પ્રકારનું વિવરણ વાંચીને સહેજે એવા પ્રશ્ન થશે કે જૈન યોગસાધનામાં ધ્યાનને કેાઈ સ્થાન છે કે નહિ ? આના ઉત્તર સંબંધે વિચાર કરીશું તેા તરત જ ખ્યાલ આવશે કે ધ્યાન વિના એક ડગલું પણ માંડી શકાતું નથી. શ્રાવક એટલે કે શ્રમણાપાસક સર્વપ્રથમ જિનપૂજન કરે છે; તે દરમ્યાન તે પ્રભુનું યથાશક્તિ ધ્યાન ધરે છે. પરમ યોગીશ્વર પાર્શ્વનાથ અથવા તપશ્ચર્યાના પરમ આદશવ માનસ્વામીને સંભારતા શ્રાવક અન્ય પ્રવૃત્તિએ વીસરી જાય છે. જે વ્યક્તિ ભગવાનના ધ્યાનમાં એકાગ્ર થાય તેને સમભાવનો સ્પર્શ થાય છે. ચિત્તમાં સમતાભાવનો સ્પર્શ થયો એટલે શ્વાસેાચ્છવાસ પણ કુદરતી રીતે મદમ સુષુમ્હા નાડીમાં વહે છે. આમ પ્રાણનો નિગ્રહ કરી ચિત્તનો નિગ્રહ કરવાને સ્થાને નિગ્ર થા ચિત્તનો નિગ્રહ પહેલે કરે છે. વળી, તેઓ ચિત્તને ઉત્તમ ધ્યેયનું અવલખન આપે છે. સિદ્ધાંતચક્રવતી શ્રી નમિચંદ્રજીકૃત બૃહદ્ દ્રવ્યસ ગ્રહમાં કહ્યુ` છે કે
मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इट्ठनिट्ठअत्थे ।
थिरमिच्छहि जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धाओ ||४८ ||
જે તમારે વિવિધપ્રકારના ધ્યાનની સિદ્ધિને માટે ચિત્તની સ્થિરતા પ્રાપ્તિ કરવી હોય તે ગમતા કે અણુગમતા પદાર્થોમાં મેહ પામેા નહિ, રાગ સેવા નહિ, દ્વેષ સેવા નિહ. (કેવળ પરમાત્માનું ચિંતન કરતાં કરતાં, સમર્પણ કરી જાત સોંપી દે અને ચિત્તને શાંત કરીને સ્વભાવની શાંતિમાં વિશ્રાંતિ અનુભવેા. )
જૈન શ્રાવક તા જ્યારે જ્યારે વિશ્રાંતિ પામે ત્યારે આધ્યાત્મિક મનારથામાં મગ્ન ખને છે. એ ધ્યાનને જૈન યોગશાસ્ત્રમાં ધમ ધ્યાન કહે છે. આ માટે કવિવર સમયસુંદરજીએ કહ્યુ` છે કે
Jain Education International
આર્ભપરિશ્રદ્ધ છેડીને આશું રે ક િસવભાવ બેગ થકી વિરમી કરી
ખેસીશું રે કદિ ભાવની નાવ ? —એમ શ્રાવક મન ચિતવે. પડિમા મેક્ષની પાવડી વધારુ તે દિન હું સુખિયા ખનું જેમ સુખિયા રૅ થાય ખગ નિમ્ ́સ, એમ શ્રાવક મન ચિંતવે.
રે મારા વ્રતના અંશ;
For Private & Personal Use Only
www.jainelibrary.org