Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ આગમ, અનુમાન અને યોગાભ્યાસ એ ત્રણ વડે પિતાની બુદ્ધિને કેળવતો સાધક ઉત્તમ તત્વ પામી શકે.૪૫ આગમથી અર્થાત અનુભવીઓનાં વચનથી જે જાણ્યું તેને તર્ક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન કરે રહ્યો. સાથે ગાભ્યાસથી–પિતાના જાતઅનુભવથી–એની પ્રતીતિ મેળવતા જવાય તે અતીન્દ્રિય વસ્તુના નિશ્ચિત જ્ઞાન સુધી પહોંચાય. સિદ્ધાંત(theory)માં જે સાચું સમજાયું તેને પ્રગાત્મક રીતે ચકાસીને વ્યવહાર (Practice) માં પણ તે સાચું છે એવી પ્રતીતિ મેળવતાં આગળ વધવું જોઈએ.
આગમ અને તર્કથી જ્ઞાન મળે, પણ તે અધૂરું, એનાથી શંકાઓ અને સંશય ન ટળે; એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.૪૨ જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાએ
જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિઃસારતા ઓઘથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણકારી માટે મુમુક્ષુ શાસ્ત્ર અને ગુરુ અર્થાત્ એ માર્ગે જે પિતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાત્ આ ભૂમિકા આગમપ્રધાન છે.
બીજી ભૂમિકામાં શ્રવણ-વાચન સાથે વિચારણ-ચિંતન-મનન છે. આ ભૂમિકામાં તર્કની મુખ્યતા કહી શકાય. એથી અહીં, મુક્તિના ઉપાયોનું-જ્ઞાન અને કર્મનુંએટલે કે અનુષ્ઠાનનું નિર્મળ, અબ્રાંત જ્ઞાન લાધે છે.
જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે યોગાભ્યાસજનિત જાતઅનુભવ ભળે છે. ચિત્તમાં વિચાર-વિમળને પૂર્વે વહેતો ધોધ અહીં શાંત થતો જાય છે. અશુભ સંકલ્પવિકલ્પ ઓછા રહે છે, અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે પિતાની એકતારૂપ “અહ” ઓગળતે જાય છે. ચિત્તમાંથી વિચારને પ્રવાહ ઓસરતાં અહીં શાંતિને-સુખનેઆનંદને અનુભવ થાય છે. - સંકલ્પ-વિકલ્પની અલ્પતા અને “અહં'નું બહુધા અનુથાન–આ બેમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચોથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક ઝાંખી (glimpses) મળવા માંડે છે. પછી, કેઈક ધન્ય પળે, આત્માનું પ્રત્યક્ષ દર્શન લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દષ્ટિમાં ધરમૂળનું પરિવર્તન લાવી દે છે; અવળી દષ્ટિ સવળી થઈ જાય છે.
પ્રારંભમાં ક્ષણવાર અને કવચિત્ કદાચિત પ્રાપ્ત થતા આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાઉ થ અને અંતે સમાધિની એ અવસ્થાતુર્યાવસ્થા સહજ દશા બનવી એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાઓ. ૪. (૧) સામેનાનુમાન, યોગાખ્યાન જો ત્રિધા રજૂચણાં, મતે તસ્વમુત્તમમ્
–ગદૃષ્ટિસમુચ્ચય, લેક ૧૦૧. (૨) આગમ ને અનુમાનથી, વળી આનર ગુણગેહ રે; કરે જે તત્વવેષણ, તે પામે નહિં સંદેહ રે.
-શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૧૩. ૪૨. નિયોડતીયિાર્થહ્ય, યોગિન્નાનાદતે ન ! –ગદષ્ટિસમુચ્ચય, બ્લેક ૧૪૧.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org