Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મગનલાલ ડી. શાહ: મરજી મહાકવિ
૧૬૧ રાગદ્વેષના વિજેતા છે એવા કોઈ પણ દેવને મારા નમસ્કાર હ! આત્માને તે ખરેખર, બધા ધર્મોનું મિલન-મંદિર બનાવવાનું હોય!” - સાધુરાજ! આવી બધી અભેદની જપમાળા હવે છેડી દે! મહારાજા કુમારપાળ અને શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું નિધન થતાં જ અભેદનું અવસાન થઈ ગયું સમજે. અજયપાળ ભેદને પૂજારી છે. એ તે બ્રાહ્મણ અને જૈનના ભેદ વધુ સ્પષ્ટ કરવા માગે છે. તમે રાજઆજ્ઞાને મર્મ નથી સમજતા?”
કવિને રાજઆજ્ઞા સાથે શી લેવાદેવા? મારું પ્રસ્થાન તે ગુરુદેવે ચીધેલા માર્ગે જ હોય; બીજ માર્ગને વિચાર પણ મને કુરે નહિ. કોઈ પણ જાતના ભયથી, અરે, મરણના ભયથી પણ, કવિને વિચલિત થવાનું ન હોય. સાચો ધર્માત્મા પાપભીરુ હોય. અને કવિ ઉપરાંત હું તે કલિકાલસર્વજ્ઞ શિષ્ય! પ્રાણના ભોગે પણ મારે મારી પ્રતિજ્ઞાનું જતન જ કરવાનું હોય !” જાણે કવિ રામચંદ્ર અગમવાણું ઉચ્ચારી રહ્યા.
ગુપ્તચર કવિરાજને પરમ શુભેચ્છક હત; એ ગમે તેમ કરીને કવિરાજને નિર્ણય બદલાવવા માગતો હતો. એણે લાગણીભીના સ્વરે કહ્યું: “કવિવર! સાચા કે ખોટાને નિર્ણય કરવાને આ સમય નથી. ઊગતા રવિને સાકાઈ પૂજે છે; આથમતા સૂર્યને કઈ પૂજતું નથીદુનિયાને એ રાહ છે. ગૂર્જરભૂમિનાં આબદાર (સાચા)મતી તે અજયપાળે પ્રગટાવેલી હતાશનીમાં ક્યારનાં હેમાઈ ગયાં; જે કાંઈ ડાં બાકી રહ્યાં છે તેમની પણ ઘડી–પળ ગણાઈ રહી છે. અજયપાળ પિતાને માર્ગ નિષ્કટક કરવા માગે છે. અભેદમાં માનનારને તે કંટક સમજે છે; એવા કંટકોને દૂર કરવા તે એની રાજનીતિ છે.”
રાજાની રાજનીતિ ગમે તે હોય, સાધુ ધર્મવિમુખ ન બની શકે. કવિ એ પણ સાધુ-આત્મા છે, જનતાની ભાવનાની દીવાદાંડી છે. એ સનાતન સત્ય ઉચ્ચારે છે. સમય કે રાજનીતિનાં બંધન એને નડતાં નથી. એની કવિતા સંસારના વૈભવ-વિલાસની દાસી ન બની શકે! કવિ તે મુક્ત આત્મા હોય.”
કવિરાજ! કવિ ઉપર કાવ્ય રચવાનું બંધ કરે! સાચા કવિને આ જમાન નથી. ખુશામતિયા કવિની જ આજે બેલબાલા છે. એક જ ગુરુના બે ચેલા એક રાજદરબારમાં શ્વાનની જેમ પૂછડી પટપટાવતો હોય એવે વખતે બીજે મેરુની જેમ અચળ રહેવા માગે એને રાજસત્તા કેમ સાંખી શકે ?”
જેને જીવ વહાલે છે તે ભલે પૂછડી પટપટાવે! જેને આત્મા વહાલે છે તે પિતાની વાÈવીને પારકાને ઘેર પાણી ભરવા ન મોકલી શકે ! જે મરજી છે તે જ મુક્તિના દિવ્ય સંગીતનું અણમોલ મતી મેળવી શકે. બાલચંદ્રને ગમતું હોય તે બાલચંદ્ર ભલે કરે. રામચંદ્ર તે રામચંદ્ર જ રહેશે ! એ બાલચંદ્ર કદી નહીં બને! રામચંદ્ર પિતાના આત્માને કદી નહીં રૂંધે. આત્મા અનંત શક્તિને ધણી છે એ સૂત્ર રામચંદ્રને માટે જીવનનું ધ્રુવતારક છે. જે આત્મા પોતાની શક્તિઓને પ્રગટાવે છે તેને માટે વ્યવહાર અને રાજનીતિની દુનિયામાં જે અશક્ય લેખાતું હોય તે પણ શક્ય બને છે.”
કવિરાજ ! ભાવાવેશમાંથી જન્મેલી આવી બધી મનની વાતે મનમાં જ રહી જશે, અને જિંદગી જોખમમાં મુકાઈ જશે. યતિરાજ બાલચંદ્રની કવિતાની જેમ તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org