Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ જાય; બળ આગળ બધુંય ઠરીઠામ થઈ જાય! અને એને ભાતભાતની તથા જાતજાતની વિલાસગાથા સંભળાવશે એટલે એ બધું ભૂલી જશે.”
અંતરના એ સાદને સાર એ સમજી ગયે. મિત્રોએ જ એને આ ઉપદેશ આપેલો. અને સંસારજીવનના એ બધા અનુભવી મિત્રો આજ સુધી સાચા જ નીવડ્યા હતા.
મને યાદ કર્યો?” યુગબાહુએ આવતાની સાથે જ ઉચ્ચાયું.
“હા ભાઈ! ઘણું વખતથી તારી સાથે વાત નથી કરી. તું તારા સંસારમાં એ મગ્ન છે કે તેને બીજા કર્તવ્યની યાદ જ નથી આવતી. પણ મારે તો એ ફરજ બજાવવી પડે ને!”
યુગબાહુ થોડી ક્ષણે માટે લજિજત બની ગયા. પછી એણે મણિરથની આગળ શિર ઝુકાવી આજ્ઞા માંગી.
એ મૂકેલા શિર પર એક ભયંકર પ્રહાર થયે. તીક્ષણ હથિયાર એની ગરદન પર વિઝાયું. “હે ભગવાન! હે મદનરેખા !”—ચીસ પાડતાંની સાથે એ ધરતી પર ઢળી પડયો!
ક્ષણે ક્ષણે પ્રભુપ્રાર્થના કરતી મદનરેખાએ એ કારમી ચીસ સાંભળીએ ત્યાં દોડી આવી.
ઉદ્યાનમાં કોલાહલ મચી ગયે. રક્તભીના પતિના દેહને અંકમાં લઈ તેના શિર પર હાથ ફેરવતી મદનરેખાની આંખો સૂકી હતી. તેણે મણિરથ તરફ નજર પણ ન કરી. તેના પર કોપાયમાન થયેલા પરિવારને તેણે પોતાની દષ્ટિથી જ વાર્યો.
નાથ ! મારા પ્રાણનાથ ! તેણે યુગબાહુને કાનમાં કહેવા માંડયું. એને શ્વાસ ઊંડે ને ઊંડે ઊતરતો જતો હતો. “મૃત્યુ તે માનવજીવનનું એકમાત્ર નિશ્ચિત અંગ છે. તે ક્ષણે બધું જ વીસરીને ઈષ્ટદેવનું સ્મરણ કરો! તમારા ભાઈ તમારા મૃત્યુનું નિમિત્ત બન્યા ! બાકી ખરી રીતે તે આપણાં કર્મોના પ્રતાપે અથવા તો દુર્ભાગ્યે જ આમ બન્યું.”
પળવાર એ ચૂપ રહી. એના મુખ ઉપરનું તેજ અસહ્ય બનતું જતું હતું. તરત જ એને અવાજ વધારે ધીરગંભીર બન્યોઃ “ના ! ના ! દુર્ભાગ્ય શા માટે ? જીવન જેટલું કલ્યાણકારી હતું એટલું જ આ મૃત્યુને પણ પાવનકારી માનજો ! ભૂલી જજે સૌ કષાયે ને મનમાં લેશ પણ વેરવૃત્તિ ન લાવશે ! તમારા મેટાભાઈના એ દુષ્કૃત્ય માટે એમને ક્ષમા આપજે ! વીરનું ભૂષણ તે ક્ષમા! અને મારી લેશ પણ ચિંતા ન કરતા. મારામાં આત્મબળ પ્રગટે એવી પ્રાર્થના કરજે. સૌ આત્મા પોતપોતાના કર્માનુસાર સંસારમાંથી વિદાય લે છે. આ તે તમારી વિદાયની પળ છે. એને ઊજળી બનાવી લેવી ઘટે. રાગ અને દ્વેષથી એને પર રાખજો. મારા હૃદયદેવ ! તમને ઝાઝું શું કહું? હું સહેજ પણ નિબળ નહિ બનું. સંસારના આ સ્વાભાવિક કમને એટલા જ સાહજિક અને સરળ ભાવે આપણે અપનાવવાનું છે. ”
તેની આંખમાંથી અવિરત આંસુ નીતરતાં હતાં, અને મુખમાંથી સ્વસ્થ વાણપ્રવાહ વહેતું હતું. જેનાર ન જીરવી શકે એ હૃદયવિદારક એ પ્રસંગ હતો.
પણ મદનરેખા !.” યુગબાહુના તૂટક શબ્દો સંભળાયા.
આ નાશવંત દેહ અને આ ક્ષણભંગુર સંસાર! એને મેહ શાને ? તમે તે સદા મારી પાસે જ છે, અને રહેવાના. સાચો પ્રેમ અનંત હોય છે. અને આત્મા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org