Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
છે એ જોઈ ભગવાને કહ્યું છે
',
તો યેય દૂર રહેશે અને '
શ્રી રતિલાલ મફાભાઈ શાહ : અનાગ્રહી મહાવીરની ઉદાર દષ્ટિ
૧૭૯ - આમ અન્યના વિચારને, એમની ભાવના કે લાગણીઓને સમજવાની બુદ્ધિથી એમનામાં (ભગવાન મહાવીરમાં) ઉચ્ચ પ્રકારની ન્યાયદષ્ટિ પણ વિકસી હતી, જે કારણે સ્ત્રી-પુરુષોમાં ભેદ નહીં કરતાં સ્ત્રીઓને પણ પુરૂષની જેમ જ પિતાને આત્મવિકાસ સાધવાની પૂર્ણ સ્વતંત્રતા એમણે કરી આપી હતી. અને એ માટે ભગવાન બુદ્ધ જેવા પણ અચકાતા હતા ત્યારે સહેજ પણ થડકારે ખાધા વિના એમણે સ્ત્રીઓને ભિક્ષુણીઓ બનાવી હતી અને ભિક્ષુણીઓને પણ સંઘ સ્થાપ્યો હતો. એ માનતા હતા કે યેગ્ય પુરુષાર્થ કરવામાં આવે તે સ્ત્રી પણ પૂર્ણ આત્મસાક્ષાત્કાર સાધી શકે છે, અર્થાત્ મુક્તાત્મા બની શકે છે. જગતમાં આજ સુધી કોઈ પણ પંથ કે અનુગામે નારીજાતિને આ સમાન અધિકાર આપ્યો નથી. આ કારણે ન્યાય અને માનવ સમાનતાનું આવું ધોરણ જેનધર્મનું વિશિષ્ટ ગૌરવ ગણાય છે.
આવી વ્યાપક સત્યસંશોધનની દષ્ટિને કારણે વ્યક્તિ પૂજા કરતાં ગુણપૂજા તરફ અને એ રીતે સત્યસંશોધન પર એમાં વિશેષ ભાર દેવાયો છે. અને આ કારણે જ જૈનધર્મની પ્રધાન પ્રાર્થનામાં નથી સ્થાન મહાવીરનું કે અન્ય તીર્થકરનું, પણ કેવળ ગુણેના પ્રતીકરૂપ અરિહંત–વીતરાગાદિ સંતનું જ એમાં મહત્ત્વ ગાવામાં આવ્યું છે. પણ મનુષ્યસ્વભાવ ગુણોના પ્રતીકરૂપ સંતને પણ વ્યક્તિત્વ અપી રાગદ્વેષ પોષવા તરફ ઢળી પડે
જોઈ ભગવાને કહ્યું છે કે “ સરવે હું મયર્વ -સત્ય એ જ પરમાત્મા છે. બાકી ગુરુઓના નામે વાડા બાંધી મારા-તારાના ભેદો ઊભા કરશે તે ધ્યેય દૂર રહેશે ૨ મમત્વના કાદવમાં જ ખૂપી જશે.
આમ પિતાનું ધ્યેય સત્યસંશોધનનું હોઈ ભગવાને નથી કેઈ પણ વિધિવિધાનોનો આગ્રહ રાખે કે નથી એકાંગી નિષેધ કર્યો; એમણે તે માત્ર એટલું જ કહ્યું છે કે
કાર્ય ઉપસ્થિત થાય ત્યારે કેવળ સત્યને જ આશ્રય લે. પણ પોતાના કે અન્યના આત્માને ધોખે ન દે.” (નિશીથ, ગાથા ૫૨૪૮)
સંયમી પુનું ધ્યેય મોક્ષ છે. એથી એણે પ્રત્યેક કાર્યમાં વિચારવું કે હું મોક્ષથી દૂર જઈ રહ્યો છું કે નિકટ? જ્યારે સિદ્ધાંતમાં એકાંત વિધિ કે એકાંત નિષેધ નથી મળતો ત્યારે વાણિયાની જેમ સાધક આવક-ખર્ચની જેમ તુલના કરીને કેવળ લાભની જ ચિંતા કરે.” (નિશીથ, ગાથા ૨૦૬૭).
ઉત્સર્ગ અને અપવાદ વિસ્તૃત છે, જેથી સંયમની વૃદ્ધિ અને નિર્જરનું કારણ જોઈને જ કર્તવ્યને નિશ્ચય કરે.” (નિશીથચૂર્ણ ૬૦૨૩)
આમ ભગવાને ધ્યેય પ્રતિ લક્ષ રાખવાનું કહ્યું છે અને એ માટે જીવનને વિશુદ્ધ કરવાનું કહ્યું છે, પણ એ માટે ચેકસ આચારવિધિ કે માન્યતાને આગ્રહ નથી રાખ્યો. આ કારણે ભગવાન કહે છે કે “હે ગૌતમ! ઘરમેળે સિદ્ધા–જૈનના લિંગે જ મોક્ષ મળે છે, એમ નથી પણ અન્ય લિંગે પણ એ પ્રાપ્ત થઈ શકે છે; ભલે પછી એ પુરષ હો કે સ્ત્રી, યા એ અમુક અનુગમ અનુયાયી હોય કે કેઈ અન્ય અનુગામને. આજની ભાષામાં કહીએ તો ભલે પછી એ વૈષ્ણવ હોય, સમાજિષ્ટ હોય કે મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી, યહુદી કે શીખ પણ હોય; શરત એટલી જ કે એણે પૂર્ણ જીવનશુદ્ધિ પ્રાપ્ત કરી હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org