Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી રતિલાલ મફાભાઈ શાહઃ અનાગ્રહી મહાવીરની ઉદાર દષ્ટિ
૧૭૭ , મૂળ ઉદ્દભવસ્થાન સારા કે માઠા વિચારો જ છે. તેથી જીવનની પૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ જ કર્મની અનાદિ જંજાળમાંથી છૂટવાને અને એ રીતે પરમ સુખ-શાંતિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરવાનું એકમાત્ર ઉપાય છે. પણ એ માટે સાધ્યની જેમ સાધન પણ વિશુદ્ધ હેવું જોઈએ.
આમ જીવનનું ધ્યેય સાધનાકાળમાં જ ભગવાન મહાવીરને સ્પષ્ટ થયું હતું. એથી એ બેયને પહોંચવા જીવનને કેવી રીતે પૂર્ણ વિશુદ્ધ બનાવવું એ માટે એમણે ચોક્કસ માર્ગ પણ આંકી લીધો હતો. પણ હૃદયની ઉદારતા અને વ્યાપક દષ્ટિને કારણે એમણે જોયું કે જેમ મારા પિતાના ખાસ વિચારે છે તેમ બીજાઓને પણ પોતપોતાના ખાસ વિચારો છે. જેમ મારે એક પ્રકારનો પ્રયત્ન છે તેમ બીજાઓને પણ એ માટેનો જ પ્રયત્ન છે. તે પછી આમ વિચારભેદ કેમ? જેમ મને મારા વિચારે સ્પષ્ટ હોઈ સાચા લાગે છે, તેમ બીજાઓને પણ શું પોતાના વિચારો સાચા લાગતા નહીં હોય? આથી મારે બીજાએના વિચારે પણ જાણવા જોઈએ. અને એમાં તસ્યાંશ હોય તો મારે એને પણ આદર કર જોઈએ. બાકી બીજાઓને સમજ્યા વિના કેવળ મારા જ વિચારે એમના પર લાદવામાં આવે અને એ રીતે એમની લાગણીઓ –ભાવનાઓને છુંદી નાખવામાં આવે તો
પણ એ જ રીતે મારા વિચારને પણ છરી નાખવાનો આગ્રહ પકડે તે એમને કેવી રીતે રોકી શકાય? પરિણામે જે માર્ગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવી છે એ માર્ગ જ વાદવિવાદ, કલહ અને અશાંતિનું કારણ બની જવાથી સત્યની શોધ અને પ્રાપ્તિમાં જ બાધાકારક નીવડે.
આથી મારે બીજાઓનાં વિચારે, ભાવનાઓ, લાગણીઓને સમજવા તૈયાર રહેવું જોઈએ; અને એમ કરવું એ મારી સાધનાને અનુરૂપ પણ છે. કારણ કે કેઈપણ જીવને ઘાત કરે એમાં જ કેવળ હિંસા છે એવું નથી! પણ બીજાઓના વિચારોને સમજ્યા વિના છુંદી નાખી એમને આઘાત પહોંચાડે કે એમને તિરસ્કાર કરવો એ પણ હિંસા જ છે. વળી, પિતાને સમજાતા માર્ગ દ્વારા પણ કેટલાક છો જે પિતાની રુચિ-પ્રકૃતિ અનુસાર ધર્મ પામી શકતા હોય તો એને ઈન્કાર પણ કેમ થઈ શકે ? એથી એ બધા ખોટા છે એમ કહીને એનું ખંડન કરવું એ તો કેવળ સત્યને દ્રોહ જ ગણાય.
આવા વ્યાપક વિચારમાંથી એમને વૈચારિક અહિંસાની સાધના પ્રાપ્ત થઈ હતી. ને એથી જ એમણે અનાગ્રહી સ્વભાવ કેળવ્યો હતો. એ અનાગ્રહી સ્વભાવને કારણે પૂર્વ ગ્રહોથી મુક્ત બની હરેકનાં દષ્ટિબિંદુઓ તથા એમની વચ્ચેના ભેદનું કારણ વિચારતાં એમને વિચારની એક નવી જ દષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જેને શાસ્ત્રમાં અનેકાંતદષ્ટિ કહેવામાં આવી છે. અનેકાંતદષ્ટિ એટલે વસ્તુમાત્ર અનંતધર્માત્મક હોઈ એને ભિન્ન ભિન્ન દષ્ટિએ જોવાની અને એ રીતે ન્યાયી નિર્ણય પર આવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. અનેકાંતવાદ, સ્યાદ્વાદ યા સાપેક્ષવાદ એ જૈનધર્મનું એક વિશિષ્ટ લક્ષણ છે. અને એ કારણે જગતના અન્ય ધર્મોથી એને એક પ્રકારનું વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું છે. કારણ કે અન્ય મતપંથે પોતપોતાના દષ્ટિબિંદુ પર આગ્રહ રાખી કેવળ પિતાનું જ મંતવ્ય સાચું છે એ આગ્રહ ધરાવે છે; જ્યારે જૈનધર્મ જ એક એવો ધર્મ છે કે જે પિતાનાં દૃષ્ટિબિંદુઓ સાથે અન્યનાં દૃષ્ટિબિંદુઓને પણ આદર કરે છે ને એમાંથી પણ સત્યને તારવી લઈ પિતાનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org