Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ પ્રથ
“ જવા દે....આ ચર્ચા....”
અને યુગમાડુ પાછા નિદ્રાધીન ખની ગયા. પણ મઢનરેખાનું ચિત્ત વિચારના ઘેરા વમળમાં ઘેરાઈ ગયું.
૧૭૨
એ વિચારતી હતી: શા માટે મણિરથભાઈ ગઈ કાલે મને નખશિખ નિહાળતા હશે ? કોઈ દિવસ નહિ અને હમણાં હમણાં જ એમના બ પ્રેમ આટલે બધા સજાગ શાને કારણ બન્યા છે? આ તા સાવ ભલા–ભેાળા છે. એમને તે જગતમાં કયાંય અનિષ્ટ અનાચાર નહિ દેખાય. પણ શુભ તત્ત્વા સાથે અશુભ તત્ત્વ પણ ધરતી ઉપર રમતાં હાય છે એ સત્ય પ્રત્યે આંખમીચામણા તે ન જ થઈ શકે.
વળી પાછા એ કહેતા હતા કે દેવાનેય ઈર્ષ્યા આવે એવું દામ્પત્ય છે!” એના અથ એ જ કે એમને અમારા સુખી દાંપત્યની ઈર્ષ્યા આવે છે. એમના અંતરમાં એ ઈર્ષ્યાઅદેખાઈને અગ્નિ પ્રજવળે છે! તેા એ અગ્નિને ઠારવા શી રીતે? એક જ વૃક્ષની એ ડાળમાંથી એક ડાળ સળગી ઊઠે તેા એ અન્યને દઝાડયા વગર રહે ખરી ?
પણ આ વેદના મારે કાને જણાવવી ? પતિને કહું તેા કદાચ એ એને મારુ સ્રીસહજ મિથ્યાભિમાન ગણી હસી કાઢશે અથવા મારી એવી શ'કાશીલ દૃષ્ટિના ઉપહાસ-તિરસ્કાર કરશે. ન કહું અને ધારો કે પરિણામ અણુધાયુ આવે તે ?....કામવાસનાને આતશ મચ્છુને વધારે બેશરમ અને મરણિયા પ્રયાસ કરવા તત્પર બનાવી મૂકે તો ?
અને આને વધુ વિચાર કરતાં એના અંગે અંગે પ્રસ્વેદ પ્રસરી રહ્યો....એ હતી જ મદનરેખા—મદન એનાથી દૂર ન જઈ શકે એવી સૌદર્યવતી નારી ! અને અમ ગળ આશકાના આવેશમાં એ પેાતાની સ્નેહમૂતિને વધારે જોરથી વળથી પડી.
એણે ઊંઘવા પ્રયત્ન કર્યાં, પણ એનાં નેત્રા ન જ સીંચાયાં. યુગબાહુના દેહને એ કયાંય સુધી પપાળી રહી. “ દેહ પ્રત્યેની મમતા આટલી બધી શાને ?”–એને આત્મા પતિના આત્મામાં એકરૂપ બનીને જાણે એને પ્રશ્ન પૂછી રહ્યો.
સાચી વાત છે. એ મમત્વ જ આટલી વેદના પ્રગટાવે છે. તે પાછી શાંત બની ગઈ. પ્રભાત થયું. સ્નાનવિધિ પતાવી એણે યુગઞાહુની ચરણરજ લીધી. પતિને આશ્ચય થયું. એણે પૂછ્યું : “ આ શું ? ”
“ મારે હવે આ રજ કરતાં પણ વધારે નહિવત્ બનવું છે ! ” એનાથી ખેલાઈ ગયું. જાણે કોઈ અસ’ગત પ્રલાપ સાંભળતા હોય એમ યુગબાહુ હસી પડયો.
એટલામાં તે। મહેલને એક ચાકિયાત આવીને યુગમાહુની સમક્ષ માથું નમાવી ઊભો રહ્યોઃ “ મેાટાભાઈ આપને યાદ કરે છે.
મદનરેખા ચમકી. જાણે યમદૂત આવ્યે હાય એમ એના પગમાં ધ્રુજારી આવી. “ એ નહિ આવી શકે ! ” એણે સંભળાવી દીધું.
“ જેવી આજ્ઞા....પણ કારણું........”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org