Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મગનલાલ ડો. શાહ મરજી મહાકવિ
“કવિ, તારી જીભ બંધ કર. તારે સર્વનાશ નોતરતી મારી કઠોર આજ્ઞા છૂટે તે પહેલાં સમજી જા. તને આ આખરી તક આપું છું. ” રાજાએ ઉશ્કેરાઈને ચેતવણીને સૂર ઉચ્ચાર્યો.
પણ કવિએ? કવિએ પ્રત્યુત્તર વાળવાને બદલે સ્વતંત્રતાનું ગીત લલકાર્યું: “હે પરમાત્મા, મારી સ્વતંત્રતા ખાતર ગલીઓમાં ફરતે કૂતરો બનવાનું મને મંજૂર છે, પણ પરાધીન બનીને હું ત્રણ જગતને સ્વામી પણ બનવા તૈયાર નથી !”
કવિએ-સ્વતંત્રતાના કવિએ-સ્વાતંત્ર્યનું ગીત લલકાર્યું. પરંતુ કવિને એક એક શબ્દ અજયપાળના અંતરમાં રેષને આતશ પ્રગટાવી રહ્યો. એ ક્રોધથી ધમધમી ઊઠયો. એણે આજ્ઞા કરીઃ “મંત્રી ! આ રાજદ્રોહીને એવું મત આપો કે જે સાંભળીને ભયંકર ખૂની પણ કંપી ઊઠે. જલ્લાદને હુકમ કરો કે ધગધગતા તવા પર આ કવિરાજને અભિષેક કરી ફળફળતા તેલથી સ્નાન કરાવેઃ મારી આ આજ્ઞાને સત્વર અમલ કરો!”
રાજાની આજ્ઞા સાંભળી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. જે રાજસભામાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને પડતો બોલ ઝીલી લેવામાં રાજા અને પ્રજાજને પિતાનું અહોભાગ્ય માનતા, તે જ રાજસભામાં એમના પરમ શિષ્યનું આવું કમકમાટીભર્યું મૃત્યુ !
મહાકવિ તે મરજીવા બનીને જીવન અને મૃત્યુને તરી ગયા હતા. જલાએ એમનું કામ પૂરું કર્યું; મહાકવિ અમર બની ગયા! કઈ સભાજન એ દશ્ય ન નીરખી શક્યો. કેઈ વાણી એ વેદનાભર્યા દશ્યને ન વર્ણવી શકી. સૌનાં અંતર કકળીને એક જ નાદ ગુંજી રહ્યાં નમ. શત્તાય તેન–એ તેજસ્વી મહાકવિને નમન હો! - સૌ કારમી વેદનાની મૂચ્છમાંથી જાગ્યા ત્યારે જાણે મહાકવિને સ્વસ્થ આત્મા પિકાર કરી જગતને પૂછતા હતાઃ પરાકાષ્ઠાએ કેણુ પહોંચ્યું? પાપીનું પાપ કે સતિયાનું સત?
* स्वतन्त्रो देव ! भूयासं सारमेयोऽपि वर्मनि ।
मा स्म भूयं परायत्तत्रिलोकस्यापि नायकः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org