Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
એમાંથી કેવાં મનેાહર પ્રશસ્તિકાવ્યે વહેવા લાગે છે. વસ'ત આવે છે ત્યારે કોકિલાને કાણુ કહેવા જાય છે કે તું તારી સ્વરમાધુરીને વહેતી મૂક ? એવું જ સાચી કવિતાનું સમજવું. ભય કે લાલચથી ખરીદી શકાય એ કવિતા જ નહી.”
“ કવિરાજ ! આવી બધી અહીન વાતેા છેડે, અને તમારી વાણીથી સત્તાને રીઝવા. તમારા ગુરુભાઈ ખાલચ'દ્રની પણ આ જ સલાહ છે.”
“ હુસ તે। સદાય મેાતીના જ ચારો ચરવાના ! ભૂંડ ભલે અખાજ આરેાગ્યા કરે! જેને પેાતાનું સ્વાતંત્ર્ય નહી' પણ પેાતાના પ્રાણ વધુ વહાલા છે, તે જ એક ભાન ભૂલેલા રાજાની પ્રશસ્તિ રચીને પેાતાની કાવ્યદેવીને લજવે છે. સાચી સલાહની તા અત્યારે આવી નમાલી સલાહ આપનારને જ જરૂર છે ! ”
કવિનાં આકરાં વેણુથી ઘવાયેલા ખાલચંદ્રે બૂમ પાડી : “ નૃપ, રામચંદ્ર મારું' હડહડતું અપમાન કરે છે !”
“ શાંત રહેા ! ગાંડા કવિ જો પેાતાનું ગાંડપણુ હજી પણ નહી' તજે તે એમને અપમાનના ાગ્ય બદલે મળી જ રહેવાના છે!” અજયપાળે અધીરાઈથી કહ્યું.
મહાકવિ એક પશુ શબ્દ ન ખેલ્યા—જાણે એમના ચિત્ત ઉપર હિમાલયની સ્વસ્થતા અને શીતળતા વ્યાપી રહી હતી. અજયપાળની વાત સાંભળીને રાજસભા હવે આગળ શું મને છે એની ઉત્સુકતા અનુભવી રહી. થેાડીક પળેા માટે સભામાં સ્મશાન જેવી શાન્તિ છવાઈ ગઈ.
આમ થોડીક પળે સ્તબ્ધતામાં પસાર થઈ. પછી જાણે અણુનમ કવિને નમાવવાના એક વધુ પ્રયાસ કરતા હાય એમ અજયપાળે કહ્યુ': “ કવિરાજ ! રાજાની આજ્ઞાના અનાદરનુ' પિરણામ કેવુ' આવે છે તે શું તમારા જેવા વિદ્વાનને સમજાવવુ` પડશે? ... ઇચ્છું છું કે રાજસત્તાને તમારી સામે પેાતાના ઢંડ ઉગામવાનો વખત આવવા ન દ્યો ત સારું! આમાં શું કરવું એ તમારા પેાતાના જ હાથની વાત છે. શુ હજી પણ તમારી વાણી રાજસત્તાના ચરણ પખાળવા તૈયાર નહીં થાય ? ”
કવિએ વાણીનો વ્યય કરવાને બદલે માત્ર માથું હલાવીને એ વાતનેા ઇનકાર કર્યો.
અજયપાળને મહારાજા કુમારપાળ કરતાં સવાઈ ક્રીતિ વરવાનાં અરમાન હતાં. કવિ રામચંદ્ર જેવા વિદ્વાનાથી એ પેાતાની રાજસભાને વિભૂષિત કરવા માગતા હતા. તેથી તેણે ધમકીથી વશ ન થનારા કવિને સમજાવવા પેાતાની વાતની રીત બદલી : “ કવિરાજ ! હવે તા કલ્પનાવિહારમાંથી પાછા ફરો. પ્રત્યક્ષ દેખાતા લાભ જતા ન કરો. મારી રાજસભામાં તમારા ગુરુનું સ્થાન તમારે માટે ખાલી છે, તેને શેશભાવા—મારી રાજસભાના રાજકવિ મનીને ! ”
“ રાજન્! પૂજ્ય ગુરુદેવનું નામ લઈ ને તમે મને ચલાયમાન નહીં કરી શકેા. એ નામ તે! મને મારા સંકલ્પમાં વધુ દૃઢ બનવાનુ` મળ આપે છે. મારા નિણ્ય અફર છે: મારી વાણી આજની રાજસત્તાનાં કીતિગાન નહીં જ ગાય ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org