Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેસવ- ગ્રંથ શુદ્ધ નિસ્પૃહ આત્માર્થ અર્થે, પરમાર્થ અર્થે, પરમાર્થ પ્રેમથી નિર્મલ જ્ઞાનદાન દેવું એ જ્ઞાનદાનેશ્વરી વક્તાનું (કર્તાનું) અનંતર (Immediate) પ્રજન છે, અને તેથી પિતાના આત્માને મહાન નિર્જરને લાભ પ્રાપ્ત થઈ અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય એ પરંપર (Remote, Ultimate) પ્રજન છે; શુદ્ધ જિજ્ઞાસુ આત્માર્થ અથે વિનમ્ર વિનયાન્વિત શિષ્યબુદ્ધિથી નિર્મલ જ્ઞાનદાન લેવું એ શ્રોતાનું અનંતર પ્રયજન છે, અને તે જ્ઞાનને અનુરૂપ સતશીલરૂપ આચરણથી–હેય-ય-ઉપાદેયના વિવેકરૂપે તે પ્રાપ્ત જ્ઞાનને “ક્રિયામાં –આચરણમાં મૂકવાથી–આત્માની મલવિશુદ્ધિ કરી અનુક્રમે મોક્ષપ્રાપ્તિ કરવી એ શ્રોતાનું પરંપર પ્રયોજન છે. નવકારવાળીની જેમ એક આઠ પાઠ ધરાવનારી આ મંગલમયી મોક્ષમાળા(બાલાવબોધ)ના પ્રયજન અંગે કર્તા પુરુષ શ્રીમદ્દ સં. ૧૯૪૫ ના એક પત્રમાં સ્વયં લખે છે–“જિનેશ્વરનાં સુંદર માર્ગથી એમાં એકકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જે તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. તેમ જ આગળ જતાં સં. ૧૯૫૫ માં એક પ્રસંગે તેમણે આ પ્રજનને એર સ્પષ્ટ કરતાં લખ્યું છે–“જેનમાર્ગને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનક્તિ માર્ગથી કંઈપણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. તે શિલી તથા તે બોધને અનુસરવા પણ એ નમુને આપેલ છે. એને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. તે કઈ કરશે.
આ ગ્રંથની શિક્ષણ પદ્ધતિ અંગે શ્રીમદ્જી સ્વયં શ્રીમુખે પ્રકાશે છે- પાઠક અને વાંચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા. અને તેનાં તાત્પર્ય અનુભવવાં. જે ન સમજી શકે. તેણે જાણનાર પાસેથી વિનયપૂર્વક સમજવાને ઉદ્યમ કરે. એવી જોગવાઈ ન મળે તે એ પાઠ પાંચ સાત વાર શાંતિપૂર્વક વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય (ત્યજવા ગ્ય), 3ય (જાણવા રોગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે; હૃદય કમળ થશે; વિચારશક્તિ ખીલશે; અને જૈન તત્ત્વ ઉપર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી, પણ મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં
જ છે; તે યોજના બાલાવબેધરૂપ છે. વિવેચન અને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે. આ તેમાંને એક ભાગ છે, છતાં સામાન્ય તત્વરૂપ છે. સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે, અને નવતત્વ તેમ જ સામાન્ય પ્રકરણગ્રંથો જે સમજી શકે છે, તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. નાના બાળકને આ શિક્ષાપાઠનું તાત્પર્ય સમજણપૂર્વક સવિધિ આપવું.” આ શિક્ષણ પદ્ધતિ અંગે આ આર્ષદૃષ્ટા મહાગુરુએ આપેલી આ પરમ પ્રૌઢ ગંભીર વિવેકી શિક્ષા સામાન્યપણે કઈ પણ ગ્રંથને અભ્યાસ કરતી વેળાએ લક્ષમાં લેવાયેગ્ય અને સર્વત્ર હેય-ય-ઉપાદેયના વિવેકપૂર્વક સર્વ કાળને માટે સર્વને ઉપયોગી થઈ પડે એવી અનુપમ અને અનુકરણીય શિક્ષા છે.
આવી પરમ પ્રૌઢિથી જેણે મુખમુદ્રા આદિ આલેખેલ છે, એવા આ માત્ર સોળ વર્ષની વયને પણ મહાજ્ઞાનવૃદ્ધ બાલમહાત્માને આ અલૌકિક ગ્રંથ મુખ્યપણે બાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org