Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 472
________________ શ્રી મગનલાલ ડી. શાહઃ મરજીવો મહાકવિ ૧૫૯ - કવિ એટલે મહાસંવેદનશીલ આત્મા. એ તે મડામાં પણ પ્રાણ ફૂંકીને સ્વાભિમાનની ભાવનાને સજીવન કરે. કવિને અંતસ્તાપ અને પુણ્યપ્રકેપ એના પ્રત્યેક શબ્દમાં રણકવા લાગે. અને એવો એક એક શબ્દ જનતામાં ચેતનાની જ્યોતને જલતી રાખવા માટે તેલનું કામ કરે! એવા જ એક સ્વમાની મસ્ત કવિની આ ગૌરવંતી કહાણી છે. બ્રાહ્મણ તે પ્રભુનું પ્રથમ સર્જન, બ્રાહ્મણ જૈન ન બની શકે, બ્રાહ્મણ અને જૈન વચ્ચે અભેદ ન સંભવે—એવી એવી કલેશ–ષ ભરી માન્યતા લઈને અજયપાળ ગાદીએ આવ્યા હતા. એમની આ ગેરસમજણમાંથી જ ગૂર્જરભૂમિની સુખશાંતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિને વિનાશ કરનારું તાંડવનૃત્ય આરંભાયું હતું. હેમાચાર્ય અને કુમારપાળદેવે અંતરનાં અમી સીંચી સીંચીને ગુર્જર પ્રજામાં ભ્રાતૃભાવ અને મૈત્રીની જે ભાવના રેલાવી હતી એને સમજવાનું કે સાચવવાનું અજયપાલનું કઈ ગજુ ન હતું. ઉદારરિત આત્માઓની ઉદારતાને બાપડું સંકુચિત માનસ કેવી રીતે સમજી શકે? એટલે જ અજયપાળ મહારાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્યનું કર્યું–કારવ્યું ધૂળમાં મેળવવા તૈયાર થયો હતો. . રજનીદેવી રૂપેરી આભલાના ભરતકામથી શોભતી સાડી પહેરી આભની અટારીએ ડેકિયું કરી રહી હતી. કાળાં કામના કરનાર માનવીઓ પોતાનાં કુકૃત્યોને કાજળકાળી રાત્રિના અંધકારમાં છુપાવવા મથતા હતા. ત્યારે જાણે રૂપેરી આભલા સમાં ટમટમતા તારલિયાએ માનવીની મૂર્ખાઈ પર હસી રહ્યા હતા ! પાટણ નિદ્રાદેવીને બળે પિઢી ગયું હતું, નગરની શેરીઓ સૂમસામ બની હતી, ત્યારે ઉપાશ્રયમાં એક સાધુરાજ ધ્યાનસ્થ દશામાં બેસી ધર્મચિંતન કરી રહ્યા હતા. આખું નગર ઊંઘતું હતું ત્યારે આ અપ્રમત્ત સાધુરાજ જાગતા રહીને આત્મભાવની ખેજ કરી અંતરને અજવાળી રહ્યા હતા. એવામાં એક ગુપ્તચરે દબાતે પગલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને સાધુરાજની પાસે જઈને તુમાખી ભર્યા સ્વરે જાણે પડકાર કર્યો : “કવિરાજ ! પાટણમાં થતી ઉથલપાથલની આપને ખબર તો છે ને? સાધુરાજ! અત્યારે પાટણમાં કોનું શાસન ચાલે છે તેની આપને જાણ તે છે ને?” પાટણમાં જેનું શાસન ચાલતું હોય તેનું ભલે ચાલે, મારે એનું શું પ્રજન? મહાનુભવ, મારે તો મારા હૃદયસામ્રાજ્યમાં કેનું શાસન પ્રવર્તે છે, એની સાથે જ નિસ્બત છે. અને ત્યાં આત્માનું શાસન ચાલતું હોય એટલે બસ ! વળી આવતી કાલે હું (૧૦૦)મું કાવ્ય રચીશ, અને “પ્રબંધશતકર્તા”ની ઉપાધિ મેળવવા ભાગ્યશાળી બનીશ. પણ મારા અધ્યયનમાં આવી મધ્યરાત્રિએ ખલેલ પાડનાર તમે કહ્યું છે, અને અત્યારે અહીં આવવાનું પ્રયોજન શું છે?” ગુપ્તચરને મનેભાવ જાણે બદલાઈ ગયે. એણે અજંપાભર્યો દીર્ઘ નિઃશ્વાસ નાખે. સાધુરાજની વધુ નજદીક જઈ એ ધીમે સાદે કહેવા લાગ્યાં: “કવિરાજ, કવિતા અને કલા, શબ્દ અને ધ્વનિ, અલંકાર અને રસ એ બધાને, ભેંસ ઘાસને પૂળે વાગોળે એમ, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562